Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

અમદાવાદ:સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અમરાઈવાડી વિસ્તારમાં રહેતી યુવતીના બેન્ક એકાઉન્ટમાંથી ભેજાબાજે 70 હજાર સેરવી લેતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: સોશિયલ મિડિયાનો સદઉપયોગના બદલે દૂરઉપયોગ વધારે થઇ રહ્યો છે, અમરાઇવાડી વિસ્તારમાં રહેતી યુવતીને સાઇબર ગઠિયાએ મેસેજ મોકલીને બેન્ક એકાઉન્ટમાંથી રોકડા રૃા. ૭૦ હજાર સેરવી લીધા હતા.  આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં હાટકેશ્વર પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા જીનલબહેન શંકરભાઇ નીમજે (ઉ.વ.૨૮)એ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે  ફરિયાદ નાંેેધાવી છે કે તા.૨ ફેબ્રુઆરીના રોજ યુવતીના મોબાઇલ ઉપર અજાણી વ્યકિતે મેસેજ મોકલ્યો હતો અને ખોટુ નામ બચાવીને લલચાવી ફોસલાવીને  બેન્ક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેકશન કર્યા હતા. યુવતીના બેન્ક એકાઉન્ટમાં કુલ રૃા. ૧,૦૨,૫૪૦  બેલેન્સ હતું. જેમાંથી ઓન લાઇન ટ્રાન્જેકશન કરીને ખાતામાંથી રૃા. ૭૦ હજાર સેરવી લીધા હતા. બેન્કમાંથી મેસેજ આવતાં યુવતીને ખબર પડી હતી જેથી જે તે સમયે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી બાદમાં અમરાઇવાડી પોલીસે આજે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)