Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડોદરાના રાજપીપળામાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મૃત્યુ નિપજતા પરિવારના સભ્યોએ અંગ દાન કરી 10 લોકોને નવું જીવનદાન આપ્યું

વડોદરા: રાજપીપળામાં રહેતી ૧૭ વર્ષની ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું આકસ્મિક મોત થતા તેના પરિવારજનોએ તેના અંગદાનનો નિર્ણય કરતા ૧૦ લોકોને નવજીવન મળ્યું છે.

રાજપીપળામાં રહેતી અને ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વૃંદા પટેલ નામની તરૃણીને ગંભીર હાલતમાં માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.બે દિવસની સારવાર પછી તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવતા  તેના બચવાના કોઇ ચાન્સ રહ્યા નહતા.જ ેઅંગે ડોક્ટર દ્વારા વૃંદાના પરિવારને જાણ કરવામાં આવી હતી.તેમના સમાજમાં  થોડાસમય અગાઉ પણ  ૩૫ વર્ષની એક મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.તેના પ્રેરાઇને વૃંદાના  પરિવારે પણ અંગદાનનો નિર્ણય લીધો હતો.તરૃણીના બે ફેફસા ચેન્નાઇ, હાર્ટ મુંબઇ, લિવર અમદાવાદ, બે કિડની અમદાવાદ, સ્વાદુપિંડ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃંદાની બે આંખો  પણ ડોનેટ કરવામાં આવી છે.અંગદાનના કારણે ૧૦ વ્યક્તિઓને  સ્વસ્થ જીવન પ્રાપ્ત થશે.

(5:56 pm IST)