Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ખોટુ આઇડી બનાવીને યુવતિનો અવાજ ફોનમાં સંભળાય તેવુ સેટીંગ કરીને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્‍પિટલને બદનામ કરવાના પ્રકરણમાં આર.એમ.ઓ. ડો. કૌશિક બારોટની ધરપકડ

સાયબર ક્રાઇમમાં હોસ્‍પિટલના ડાયરેક્‍ટર આર.કે. પટેલની ફરિયાદ બાદ કાર્યવાહી

અમદાવાદઃ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્‍પિટલના ખોટા નામે એકાઉન્‍ટ બનાવી હોસ્‍પિટલ તથા અન્‍ય લોકોને બદનામી પોસ્‍ટ અને લખાણ લખી સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા હોસ્‍પિટલના ડાયરેક્‍ટર આર.કે. પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આજ હોસ્‍પિટલના આર.એમ.ઓ. ડો. કૌશિક બારોટને સાયબર ક્રાઇમે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલના RMO ની સાયબર ક્રાઈમે ધરપકડ રકી છે. તેની સામે હોસ્પિટલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો આરોપ લાગ્યો હતો. ડો. કૌશિક બારોટે ખોટા આઈડી પરથી હોસ્પિટલને બદનામ કરતું લખાણ લખ્યુ હતું. ત્યારે તેમની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે.

લાંબા સમયથી સોશિયલ મીડિયામાં યુએન મહેતા હોસ્પિટલને બદનામ કરતી પોસ્ટ કરાતી હતી. જે મામલે યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલે સાઇબર ક્રાઇમને ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે, કૌશિક બારોટ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા. તપાસમાં ખૂલ્યુ કે, તેઓ બીજાના નામે સીમકાર્ડ રાખતા હતા. તેમજ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે ફોન કરવાથી સામી વ્યક્તિને મોબાઈલ નંબર ન દેખાય. એટલુ જ નહિ, સામી વ્યક્તિને યુવકને બદલે યુવતીનો અવાજ સંભળાતો હતો. પોતાનું નામ બહાર ન આવે તે રીતે તેઓ હોસ્પિટલની બદનામી કરતા હતા.

અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને બદનામ કરવાના ઇરાદે થઈ રહેલી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે સાઇબર ક્રાઇમ અમદાવાદને ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અંગે તપાસ કરતા સામેં આવ્યું કે હોસ્પિટલ અંગે બદનામી કરતું લખાણ અન્ય કોઈએ નહી પણ હોસ્પિટલના જ કર્મચારી દ્વારા લખવામાં આવ્યું છે. જેને પગલે હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ  નોંધાવતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી યુ એન મહેતા હોસ્પિટલના  RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરવામાં આવી.

પોલીસ ફરિયાદમાં ડો. કૌશિક બારોટ વિરુદ્ધ આરોપ લાગ્યો છે કે સોશિયલ મીડિયા મારફતે ખોટા નામે એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતી પોસ્ટ ડોકટર દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. એટલું જ નહીં ડો.કૌશિક બારોટે બીજાના નામે સિમકાર્ડ પણ ખરીદેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. મહત્વનું છે આરોપી ડોકટરના મોબાઈલ તપાસતા  એક ખાસ પ્રકારની વોઇસ ચેન્જર એપ્લિકેશન પણ હોવાની માહિતી મળી હતી. ડોકટરે સોશિયલ મીડિયામાં પણ ડિરેક્ટર અને યુ એન મહેતા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવી સારી નથી એવું લખેલું હતું જેથી ધરપકડ કરી સાઇબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)