Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ગુજરાતના એકમાત્ર હિલ સ્‍ટેશન સાપુતારામાં વાદળો છવાતા સૌંદર્ય ખીલી ઉઠયુઃ પ્રવાસીઓ ખુશખુશાલ

નૌકા વિહાર, સાહસિક ઇવેન્‍ટ, પેરાગ્‍લાઇડિંગ એડવેન્‍ચર વગેરેમાં આનંદ માણતા પર્યટકો

ડાંગઃ ગિરીમથક સાપુતારામાં ધુમ્‍મસ, હળવો તડકો અને પક્ષીઓના કલરવ થતા સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ નૌકા વિહાર, પેરાગ્‍લાઇડિંગ, સાહસિક ઇવેન્‍ટ અને એડવેન્‍ચરની પ્રવૃત્તિનો આનંદ માણી રહ્યા છે. વાદળીાયુ વાતાવરણ સર્જાતા સમગ્ર સ્‍થળો આહલાદક બન્‍યા છે.

ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ રહેતા ગિરિ કંદરામાં ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો ખુશનુમા વાતાવરણ બનતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. હાલ ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ઠંડક માં રહેવાનું પસંદ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતના એકમાત્ર હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં ધુમ્મસીયા વાતાવરણને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના સૌથી ફેમસ હિલ સ્ટેશન ગણાતા સાપુતારા ખાતે વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળછાયા માહોલમાં સંખ્યાબંધ પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લઇને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ નૌકા વિહાર, સાહસિક ઇવેન્ટ- પેરા ગ્લાઈડિંગ, એડવેન્ચર એક્ટિવિટી વગેરેનો આનંદ લઇ રહ્યા છે.   

દક્ષિણ ગુજરાત સહિત મુંબઇ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અલગ અલગ રાજ્યના પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે આવતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાપુતારા તેના પ્રાકૃતિક સૌંદ્રય માટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતાં અહીનાં સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બન્યુ છે. પ્રવાસીઓએ ટેબલ પોઈન્ટ સહિત સનરાઈઝનાં લીલાછમ સ્વચ્છ વાતાવરણમાં આંનદની પળો માણી હતી.

ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ અને હળવા તડકામાં પ્રવાસીઓ બોટીંગ, પેરાગ્લાઈડીંગ સહીત એડવેન્ચર એક્ટિવિટીઓ વધી ગઈ છે. વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જ પક્ષીઓનાં કલરવ સાથે સૂર્યદેવ વાદળોમાં સંતા કૂકડી રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગાઢ ધુમ્મસ વચ્ચે સૂર્યોદયનું સૌંદર્ય નિહાળી પ્રવાસીઓમાં ખુશી છવાઈ છે.

(5:03 pm IST)