Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

GPCB ના મેમ્બર સેક્રેટરી એ વી. શાહને હટાવાયા, છેક પોરબંદર મોકલી દિધા નવા મેમ્બર સેક્રેટરી તરીકે ડી.એમ. પાઠક નિયુકત

રાજકોટ, તા. ર૬ :  ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)નાં મેમ્બર સેક્રેટરી એ.વી. શાહને હટાવીને છેક પોરબંદર મોકલી દેવાયા છે. નવા મેમ્બર સેક્રેટરી તરીકે ડી.એમ. પાઠકની નિયુકિત કરાઇ છે.

સભ્યસચિવશ્રી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભરતી નિયમોની જોગવાઇ અનુસાર સરકારશ્રીને મળેલ સતાની રૃએ, જાહેર હિતમાં એ.વી.શાહને તાત્કાલિક અસરથી સભ્યસચિવશ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના હોદ્દા પરથી દુર કરી, સિનિયર પર્યાવરણ ઇજનેર, પોરબંદર (આર.ઓ.સ્ટાફ) ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તરીકે નિમણુંક કરવામાં આવે છે.

સભ્ય સચિવશ્રી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો વધારાનો હવાલો દેવાંગ મહિપતલાલ ઠાકર, પર્યાવરણ ઇજનેરને તેઓની હાલની ફરજ ઉપરાંત સોંપવામાં આવે છે. આ હુકમો સમાન ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તા.રપ-૦પ-ર૦રર ની મંજુરી અન્વયે ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે કરેલ છે. તેમ એસ.જે. પંડિત અધિક સચિવ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે.

(3:33 pm IST)