Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પોઇચા નવીનગરીમાં આંકડા લખનાર બે શખ્શોને 3,830 રૂપિયા સાથે ઝડપી પાડતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામની નવી નગરીમાં આંકડા નો ધંધો કરનાર શખ્સને અને લખવનાર શખ્સ સામે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે પોઇચા ગામની નવીનગરીમાં આંકડાના ધંધા પર રેડ કરતા ત્યાંથી સંજયભાઈ રવજીભાઈ વસાવા( રહે-રાજપીપલા દેશમુખ ફળીયા) એ જાહેરમાં વરલી મટકાનો આંક ફરકના આકડા લખી તથા બાલુભાઈ ભયલાલભાઈ વસાવા (રહે-ગામડી નવી વસાહત તા-નાંદોદ જી-નર્મદા) નાએ આંક ફરકના આકડા લખાવી લઇ રમી રમાડતા આંકડા લખવાના સાહિત્ય તથા મોબાઈલ ફોન તથા અંગઝડતીની રોકડ રક્મ મળી કુલ મુદામાલ ૩૮૩૦ સાથે પકડાઇ જતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:32 pm IST)