Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગાંધીનગરમાં ઘ-0સર્કલ નજીક મૃત હાલતમાં મરઘાં મળી આવતા વન વિભાગ સહીત કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર:કોરોના કાળમાં બર્ડફલુએ દેખા દીધી છે જો કેરાજસ્થાન સહિત અન્ય રાજ્યમાં બર્ડફલુના કેસ પ્રકાશમાં આવ્યાં છે પણ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં બર્ડ ફલુનો એક પણ કેસ મળી આવ્યો નથી. તેવી સ્થિતિમાં ગાંધીનગરના ઘ-૦ સર્કલ પાસે મરેલા મરઘા મળી આવ્યા હતાં. જાગૃત નાગરિકે આ બાબતે જાણ કરતાં વન વિભાગ તેમજ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અહીંથી ચાર મરેલા મરઘા મળી આવ્યાં હતાં. તો આસપાસના વિસ્તારમાં પુછપરછ કરતાં આ મરઘા અહીં રહેતાં એક ઝુંપડાધારકના હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં છેલ્લા વીસ દિવસમાં ૨૪ જેટલા મરઘા મરી ગયાં હતા. જેના કારણે તેમને આ મરેલા મરઘા દાટી દીધા હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ ઉપરાંત વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ મરઘા બર્ડ ફલુના કારણે મર્યા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત કોની માલિકીના મરઘા હતા તે તપાસવા માટે તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં તેમજ નોનવેજની લારીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

(5:09 pm IST)