Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગાંધીનગરના ઉધોગભવન કચેરી નજીક અગાઉ કિશોરીનું અપહરણ કરનાર નરાધમ આરોપીને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

ગાંધીનગર:શહેરના ઉદ્યોગભવન કચેરી પાસે આવેલા રોડ ઉપર છ વર્ષ અગાઉ કિશોરીનું અપહરણ કરીને તેને અડાલજ શનિદેવ મંદિરની બાજુમાં આવેલા ૧૩ માળીયા મકાનમાં લઈ જઈ અવારનવાર કિશોરી ઉપર બળાત્કાર ગુજારવા સંદર્ભે પોલીસ કેસ નોંધાયો હતો. જે સંદર્ભે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર સ્પે.પોક્સો કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહય રાખી આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને આઠ હજાર રૃપિયા દંડ ભરવા માટે હુકમ કર્યો છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં આવેલા ઉદ્યોગભવન કચેરી સામેના રોડ ઉપરથી ૧પ વર્ષીય કિશોરીનું અપહરણ કલ્પેશ ઉર્ફે ટીનાભાઈ વાલચંદભાઈ પરમાર રહે.ભડખાડાબરતા.ઝાલોરજિ.દાહોદએ કર્યું હતું. આરોપીએ કિશોરીને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવી અપહરણ કરીને અડાલજ શનિમંદિરની બાજુમાં આવેલા ૧૩ માળન મકાનોમાં લઈ ગયેલ હતો અને જયાં તેણી સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. જે સંદર્ભે સે-૭ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે કેસ ગાંધીનગર સ્પે.પોક્સો જજશ્રી કે.એમ.સોજીત્રાની કોર્ટમાં ચાલ્યો હતો. જયાં સરકારી વકીલ સુનિલ એસ.પંડયાએ દલીલો કરી હતી કે સમાજમાં આરોપીએ જે પ્રકારનું કૃત્ય આચર્યું છે જેથી તેને સમાજમાં દાખલો બેસે તે રીતે આરોપીને કાયદામાં દર્શાવેલી સખતમાં સખત સજા થવી જોઈએ. જેના પગલે કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી દસ વર્ષની સખત કેદની સજા અને આઠ હજાર રૃપિયા દંડ ભરવાનો હુકમ કર્યો છે. 

(5:08 pm IST)