Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

નડીયાદ પંથકના છેતરપીંડીના ગુનામાં મહિલા આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૨૬: (દોઢ) કરોડની છેતરપીંડીમાં ખેડા નડીયાદના કઠલાલ પોલીસ સ્ટેશનના ગુના અંગેની ફરિયાદમાં મહિલા આરોપીના આગોતરા જામીન મંજૂર કરવાનો નડીયાદ સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

કઠલાલ નડીયાદના રહેવાસી ફરીયાદી આશિષ કિરણકુમાર પંચાલએ કઠલાલ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી આરોપી મિનલબા વિરેન્દ્રસિંહ સોલંકી રહે.કોટેચાનગર અમીનમાર્ગ, રાજકોટ તથા રાજુભાઇ ઉર્ફે શાહભાઇ પટેલ રહે. રાજકોટવાળા તથા એડવોકેટ જયસ્વાલની સામે ફરીયાદ નોંધાવી હતી.

આ કામના આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીની કઠલાલ ખાતે આવેલ સીટી સર્વે નં.પ વાળી જમીનમાં બનાવેલ 'શિવ આષીસમોલ'ની ૧૦ દુકાન અને સિનમાગૃહ ફરીયાદીની માલીકી અને કબ્જા ભોગવટાના હોય તેમાં આરોપી મિનલબા વિરેન્દ્રસિંહ સોલંકીએ ૧૦ દુકાનોની કુલ કિંમત ૬૧,૯૬,૦૦૦/ના ત્રણ અલગ અલગ વેચાણ દસ્તાવેજ રજીસ્ટ્રર કરેલ અને રાજુભાઇના મળતીયાના નામના સિનેમાગૃહ સ્ક્રિન, કિંમત રૂ.૮૬,૦૦,૦૦૦/ ના નામના વેચાણ દસ્તાવેજ કરાવી લઇ તથા વેચાણ દસ્તાવેજ કરવા સારૂ રૂ.૭,૨૫,૭૦૦/ની રકમના સ્ટેમ્પ પેપર લાવવાની રકમ ફરીયાદી આશિષભાઇ પાસેથી મેળવી લઇ ફરીયાદને પરત નહિ આપી ઠગાઇ કરી હતી.

આ ગુનામાં મિનલબા સોલંકીની સામે ખોટી રીતે ગુના નોંધેલ હોય, અને ગુનામાં બીન કાયદેસર રીતે પોલીસ ધરપકડ કરવાના હોય તેવી દહેશતથી ખેડા નડીયાદ ડીસ્ટ્રી.એન્ડ સેસન્સ કોર્ટના જજ સાહેબ સમક્ષ આગોતરા જામીન ગુજારેલ હતા. તેમાં એડવોકેટ સંજય એચ.પંડયાએ જણાવેલ  કે ફરીયાદી દ્વારા દુકાનો વેચાણ દસ્તાવેજ કબુલાત આપવામાં આવેલી છે. વેચાણ સમયે અવેજની તમામ રકમ ચુકવેલ છે વધુમાં હાલના કામે ફરીયાદીએ દિવાની કેસ દાખલ કરેલ છે. અને બનાવ વર્ષ ૨૦૧૭નો છે અને ફરીયાદ વર્ષ ૨૦૨૦ની સાલની છે. અને વેચાણ આપેલ મિલ્કત ઉપર ઇન્ડીયન બેંક આણંદ શાખામાં રૂ.૭૦/ લાખનું મોર્ગજ છે તે બાબત ફરીયાદી દ્વારા છુપાવવામાં આવેલ છ. આ મોર્ગજ બાબતે તકરારો થયેલી છે અને ફરીયાદીએ ખોટી ફરીયાદ નોંધાવેલ છે તેવી દલીલ ધ્યાને લઇને ખેડા નડીયાદ જીલ્લાના પ્રિન્સપાલ સેશન્સ જજે મિનલબા સોલંકીને શરતોને આધીન આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ શ્રી સંજય એચ.પંડયા તેમજ મનિષ એચ.પંડયા વિશાલ સોલંકી તથા ઇરશાદ શેરસીયા.

(12:58 pm IST)