Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

સોલા સિવિલ હોસ્પિટલ લાંચકાંડ કેસમાં ડો. ઉપેન્દ્ર પટેલે જામીન મેળવવા હાઈકોર્ટણ દ્વાર ખટખટાવ્યા

હોસ્પિટલમાં 1 કરોડથી વધુની રકમના ફૂડ બિલ પાસ કરવા માટે 8 લાખની લાંચ માંગી

અમદાવાદ :કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 1 કરોડથી વધુની રકમના ફૂડ બિલ પાસ કરવા માટે 8 લાખ રૂપિયાની લાંચ માંગવામાં સંડોવાયેલા ઇન્ચાર્જ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે સ્પેશ્યલ એસીબી કોર્ટ દ્વારા અગાઉ ઉપેન્દ્ર પટેલ અને ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રીવ ઓફિસર અને મેડિકલ અધિકારી – ડો. શૈલેષ પટેલના પણ જામીન ફગાવી દેવામાં આવ્યા હતા

  અગાઉ કોર્ટે નોંધ્યું હતું કે કોરોના મહામારીના કટોકટીના સમયમાં જ્યારે સરકારી કર્મચારીઓને પુરા પગાર મળી રહ્યાં છે અને લોકો ડોકટરોને ભગવાન માની રહ્યા છે ત્યારે આવા સમયમાં પણ ભ્રષ્ટચાર ખૂબ જ દૂરભાગ્યપૂર્ણ છે અને આવા ભ્રષ્ટચારથી સમાજના વિશ્વાસ અને અર્થતંત્ર પર ફટકો પડે છે

અગાઉ કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદીના ભાઈ કે જે સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર રહેનાર ડોકટર્સ અને સ્ટાફને ભોજન અને ચા-પાણી સહિતની સુવિધા પૂરી પાડવાનું હતું અને આરોપી ડોક્ટરે (ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રીવ અધિકારી) અને ડોકટર ઉપેન્દ્ર પટેલે કોરોનાકાળ દરમીયાન પેન્ડિંગ 1 કરોડથી વધુ રકમના બિલ પાસ કરવા અને કેન્ટીનનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા માટે કુલ 18 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ કેસના તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ આરોપી અને ફરિયાદી વચ્ચે ટેલિફોનિક રેકોર્ડ અને કોલ ડિટેલ સહિતની વિગતો પંચનામાં રજૂ કરી હતી. જેથી આરોપી સામે પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવવા ઉપલબ્ધ હોવાથી જો જામીન આપવામાં આવે તો પુરાવવા સાથે ચેડાં થઈ શકે છે, જેથી કોર્ટે આરોપી જામીન ફગાવ્યા હતા.

આ કેસને લગતી માહિતી આપતા ACBના (એન્ટી કરપશન બ્યુરો) અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડ ડ્યુટીમાં હાજર ડોકટર્સ અને મેડિકલ સ્ટાફને ભોજન અને ચા-પાણીની સુવિધાનો કોન્ટ્રાકટ ફરિયાદીના ભાઈને આપવામાં આવ્યો હતો. જોકે ત્રણ મહિનાથી 1 કરોડ રૂપિયા જેટલાની રકમનો બિલ પેન્ડિંગ હોવાથી તેને પાસ કરાવવા અરજદાર – આરોપી દ્વારા 8 લાખ રૂપિયા લાંચ માંગવા આવી હતી. આ લાંચ સ્વીકારતા તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા

(11:55 pm IST)
  • ઠંડીથી ઠુંઠવાયું કચ્છ: કોલ્ડવેવ: શીત લહેર : નલિયામાં રેકોર્ડબ્રેક ૨.૮ ડિગ્રી ઠંડી: સમગ્ર કચ્છમાં કોલ્ડવેવ, ભુજ, અંજાર વિસ્તારમાં પારો સિંગલ ડિજિટમાં. ભુજ ૯.૮ ડિગ્રી, કંડલા ૮.૪, કંડલા ૧૦.૫ ડિગ્રી તાપમાન સવારે નોંધાયું. access_time 10:55 am IST

  • નવું વકફ બોર્ડ બનાવવા આદેશ :ચૂંટણી યોજી નવું વકફ બોર્ડ બનાવવા ઉત્તર પ્રદેશ હાઇકોર્ટે હુકમ કર્યો છે. access_time 11:00 am IST

  • દસ્તાવેજો અમેરિકી સંસદને સુપ્રત: અમેરિકાના પૂર્વ મુખ્યમંત્રી ડોનાલ્ડ ટ્રમ્પને impeachment કરતા દસ્તાવેજો અમેરિકી સંસદને સુપ્રત કરવામાં આવ્યા છે access_time 11:07 am IST