Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજપીપળામાં લગ્નના વરઘોડામાં ધક્કો વાગી જતા પંચ વડે હુમલા કરી ધમકી આપનાર 2 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના દેશમુખ ફળીયા નજીક લગ્નના વરઘોડામાં નાચતી વખતે એક વ્યક્તિને ધક્કો વાગી જતા પંચ વડે હુમલો કરી ધમકી અપાતા ફરિયાદ નોંધાઈ છે.
 
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા સડક ફળીયામાં રહેતા રવિભાઈ મંગાભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેઓ તેના મિત્રના વરઘોડામાં નાચતા હતા તે વખત પ્રેમ સુરેશભાઇ વસાવાને ધકકો વાગતા ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા પ્રેમ વસાવા ઍકદમ ઉશ્કેરાઇ જઇ રવિભાઈને પંચ વડે માથામાં મારી ઇજા કરી હતી તે વખતે છોટુભાઇ દિનેશભાઇ વસાવા પણ ત્યાં આવી રવિભાઈને લાકડી વડે સપાટા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:08 pm IST)
  • કેન્દ્રના નવા ખેડૂત કાનૂનોના વિરોધમાં આજે ખેડૂતોએ દિલ્હીની સરહદો ઉપરથી મધ્ય દિલ્હી તરફ ટ્રેક્ટર કુચ કરી છે. નાનગ્લોઈ જંકશન ઉપર નિર્ધારિત રૂટના બદલે પોલીસ બેરીકેડ તોડીને મધ્ય દિલ્હી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા હોવાનું એનડીટીવીનો અહેવાલ જણાવે છે. સ્થિતિ તનાવપૂર્ણ. અર્ધ લશ્કરી દળો અને પોલીસ મોટા પાયે અહીં છે. access_time 12:26 pm IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST

  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST