Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજ્યમાં આગામી બે દિવસ ભારે ઠંડા પવનો ફૂંકાશે:પાંચ દિવસની કોલ્ડવેવની આગાહી

કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે

અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત્ત રહેવા અથવા તો વધવાની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં સૌથી વધારે અસર જોવા મળશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નાલિયામાં 3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. ગાંધીનગરમાં 8, રાજકોટ, કેશોદ, પોરબંદર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે.

હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ સુધી હજી પણ ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યનાં 8 શહેરોમાં સિંગલ ડિજીટમાં ઠંડી જોવા મળી હતી. એક જ દિવસમાં નલિયા અને પોરબંદરમાં સામાન્ય કરતા 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડી ગયું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં 9થી10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.

(9:45 pm IST)