Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

RSSનાં વડા મોહન ભાગવતે કાંકરિયા ખાતે આવેલ સંઘ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કર્યું

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની અમદાવાદમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે RSSનાં વડા મોહન ભાગવતે પણ ધ્વજવંદન કર્યું હતું. સંઘ વડાએ કાંકરિયા ખાતે આવેલ સંઘ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કર્યું હતું. 26 જાન્યુઆરીની અમદાવાદમાં આન-બાન-શાનથી ઉજવણી કરાઈ છે. સંઘ વડા ભાગવત સાથે સંઘના ગુજરાતના કાર્યકરિણી સદસ્ય અમૃત કડીવાલા પણ હાજર રહ્યા હતા

RSS ના વડાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પર્વ પ્રતિવર્ષ આવે છે. અહી બેસ્યા બેસ્યા વહું વિચાર કરી રહ્યો હતો. ત્યારે વિચારમાં જે પહેલા સ્મરણમાં આવે છે, તે અત્યાર જે ઘટ્યુ સ્મરણ આવે છે. પહેલી વાત સામે આવી કે ભારત માતાના પૂજન પહેલા રાષ્ટ્રગીત સમાપન કર્યું. આપણે જનગનમન ગાઈએ છીએ તો ધ્યાનમાં આવે છે કે, ભારત ભાગ્ય વિધાતાને નમન કરતા પહેલા આપણે આપણા દેશનું સ્મરણ કર્યું. પંજાબ સિંધ ગુજરાત મરાછા એટલે કે દેશની ભૂમિ, તેની મર્યાદા, અને તેની અંદર જે નદી-પહાડ છે, એટલે કે ભૂમિનું સ્મરણ કરીએ છીએ. ભૂમિમાં રહેતા લોકોની વિશેષતા છે. દેશના પુત્રો સહિત, તેના પર્યાવરણ સહિત, ભૂમિ સહિત સંપૂર્ણ દેશે આંખો સામે લાવવું દેશ વિશે આપણે ભગવાનને પ્રાર્થના કરી. તમારા શુભનામથી દેશ જાગે. ભારતની વિશેષતા છે. આપણે આસ્તિક બુદ્ધિના લોકો છીએ. ક્યાંક ભગવાનનો ઉલ્લેખ થાય છે. પરંતુ સામાન્ય આસ્તિક બુદ્ધિનો અભાવ દેખાય છે. આપણે આપણી શ્રદ્ધાને સુરક્ષિત રાખીને દેશ માટે પ્રાર્થના કરીએ છીએ કે, ભારત માતાના સ્વરૂપનું જે દર્શન કર્યું છે, બાદમા જે પૂજન કરીએ છીએ તો અખંડ સ્વરૂપ ધ્યાનમાં આવે છે. ભગવાન પાસે જે આર્શીવાદ માંગ્યો તે વાસ્તવિકમાં થાય તો, તવ શુભ નામે જાગે, જાગૃતિનું સ્વરૂપ આપણે સમજીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, ધ્વજમાં કેસરિયો રંગ પરંપરાગત સર્વ રંગ માનવામાં છે. તે ત્યાગ, કર્મ અને પ્રકાશો પ્રતિક છે. અગ્નિના જ્વાળાનો રંગ આવો હોય છે. સૌએ અપનાવીને ત્યાગ સંયમ પૂર્વક જીવન જીવવું, સર્વત્ર મંગળ કરવું તે દેશનું પ્રયોજન છે. આપણજે જાગૃતિની વાત કરીએ તે થવુ જરૂરી છે. ત્યાગને અપનાવવું પડશે, અને સૌને જોડીને દેશને મોટો કરવો પડશે. બીજો રંગ સફેદ પવિત્રતાનો રંગ છે. તેને આપણા જીવનમા લાવવું અને તેનાથી આપણા જીવનને શુદ્ધ કરવું. આપણો દેશ પ્રાચીન હોવાથી એક રીતે દુનિયાનો મોટો ભાઈ છે. તેના જીવનને જોઈને પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવન માટે શિક્ષણ લે એવુ જીવન ઉભુ કરવું તેવો આપણા પૂર્વજોનો આદેશ છે. આપણો દેશ જાગશે તો પવિત્રતા આવશે. લીલો રંગ લક્ષ્મીજીનો અને સમૃદ્ધિનો રંગ છે. ભૌતિક સમૃદ્ધિની સાથે મનની અમીરી થશે. ત્યારગથી મન મસ્તક ફકીરી ધારણ કરીને મનની અમીરી ઉપાસના કરનારા શુદ્ધ ચરિત્ર લોકો પવિત્ર મનથી તપસ્યા કરશે તો ભારત જાગશે.

સંઘના વડાએ સંવિધાન વિશે કહ્યું કે, આજે ગણતંત્ર દિવસ પર બધુ યાદ આવવાનું કારણ છે. માત્ર ભાષણ માટે યાદ નથી કર્યુ. દેશ ચલાવવા માટે તંત્ર છે. કાયદો છે. પરંતુ લોકોની ગુણવત્તા, લોકોના પ્રયાસ અને તેમની ઈચ્છાથી બધુ ચાલે છે. તેથી ગણરાજ્ય દિવસ પર બધુ યાદ કરવું જોઈએ. સંવિધાનની ચાર વાત ક્યારેય બદલાવી જોઈએ. આજના દિવસે સૌ કોઈએ સંવિધાનની પ્રતિ પ્રાપ્ત કરીને ચાર બાબતો વાંચવી જોઈએ. આપણે જે દિશામાં લઈ જઈશં, તે દિશામાં દેશ જશે. ત્યારે આપણે કઈ દિશામાં લઈ જવું તે નિશ્ચિય તેમાં લખાયેલું છે. આવશ્યક ગુણવત્તા અને ધ્યેયની ભાવના ધ્વજારોહણથી આપણી સામે આવે છે. આકાંક્ષાઓ રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રના ચરણોમાં અર્પણ કરીએ છીએ.

(11:05 am IST)