Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ભવ્‍ય ર્કાનિવલની સાથે સાથે

દરરોજ રાત્રે શાનદાર આતશબાજીનો નજારો રહેશે

અમદાવાદ,તા. ૨૫ : શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા ઔતિહાસિક એવા કાંકરીયા તળાવના કિનારે સતત દસમાં વર્ષે આજે સાંજે સાત દિવસ માટે ચાલનારા ર્કાનિવલના રંગારંગ કાર્યક્રમનો રાજ્‍યના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિધીવત આરંભ કરાવવામાં આવ્‍યો તે સમયે કાંકરીયા ખાતે પહેલા દિવસે જ જનમેદની ઉમટી પડી હતી. ર્કાનિવાલનુ ઉદ્‌ધાટન કરવામાં આવ્‍યુ હતુ ત્‍યારે મુખ્‍યપ્રધાન ઉપરાંત શહેરના મેયર ગૌતમ શાહ , ડેપ્‍યુટી મેટર અને કમીશરનર સહિતના તમામ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. ર્કાનિવલની સાથે સાથે નીચે મુજબ છે.

¨     કાંકરિયા ર્કાનિવલની રંગારંગ કાર્યક્રમ વચ્‍ચે શરૂઆત કરવામાં આવી

¨     પ્રથમ દિવસે જ મોટી સંખ્‍યામાં લોકો કાંકરિયા ખાતે પહોંચી ગયા

¨     પોલીસ દ્વારા હોર્સ-શો અને ડોગ-શોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે

¨     બાળકો સ્‍કેટીંગની મજા માણી શકે તે માટે ખાસ વ્‍યવસ્‍થા કરાઇ

¨     જુદા-જુદા વિષયો પર પપેટ-શોનુ આયોજન કરવામાં આવ્‍યુ છે

¨     હેરીટેજ વિષય પર થ્રી-ડી પેઈન્‍ટીંગ રજુ કરવામાં આવનાર છે

¨     હેરીટેજ વિષય પર થ્રી-ડી પેઈન્‍ટીંગ રજુ કરવામાં આવનાર છે

¨     મુખ્‍યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સાંજે ર્કાનિવલનુ ઉદધાટન કરવામાં આવ્‍યુ ત્‍યારે શહેરના મેયર ગૌતમ શાહ અને કોર્પોરેશનના અન્‍ય તમામ અધિકારી ખાસ હાજર રહ્યાહ્‌

¨     દરરોજ ભવ્‍યઆતશબાજી અને ઝાકમઝોળ રોશની કરાશે

¨     ચુસ્‍ત અને  સધન સુરક્ષા બંદોબસ્‍તનું આયોજન કરાયું

¨     દિવ્‍યાંગો-ડીફરન્‍ટલી એબલ્‍ડ બાળકો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે

¨     કાળા નાણા, સ્‍વચ્‍છતા અભિયાન, ડિજિટલ ઇન્‍ડિયા, નશાબંધી, પ્રગતિશીલ ગુજરાત, ટ્રાફિક સમસ્‍યા, પાણી બચાવો, બેટી બચાવો જેવા કાર્યક્રમો યોજાશે

¨     ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગુજરાતી રસધાર તથા ખડખડાટ કાર્યક્રમ રહેશે

¨     ૩૧મી ડિસેમ્‍બરના દિવસે નામાંકિત કલાકારો દ્વારા સેલિબ્રિટી લાઈવ કોન્‍સર્ટનું આયોજન કરાયું

¨     નેશનલ ડાન્‍સ ફેસ્‍ટિવલ ધીમ આધારિત સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે

¨     યોગા, એરોબિક્‍સ તથા ઝુંબાનું નિદર્શન કરાશે

¨     મ્‍યુનિસિપલ શાળા, ખાનગી શાળાના બાળકો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે

¨     પ્રગતિશીલ ગુજરાત તથા સ્‍માર્ટ અમદાવાદ થીમ આધારિત લેસર શોયોજાશે

¨     આતશબાજીનો નજારો જોવા મળશે

¨     એલઈડી સ્‍ક્રીન દ્વારા કાંકરિયા ર્કાનિવલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે

(8:16 pm IST)