Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

પ્રેમજાળમાં ફસાવીને પાલનપુરની યુવતી પર બળાત્કાર

છાપી:પાલનપુર નજીકના એક ગામની યુવતી સાથે મનીષ અંબારામ પ્રજાપતિ, રહે. સામઢી, તાલુકો પાલનપુરનાએ પ્રેમજાળમાં ફસાવી એક પ્રાઈવેટ ગાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પાલનપુર પોલીસમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદની વિગતો મુજબ પાલનપુર નજીકના ગામમાં રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી નોકરીની લાલચ આપી અસલ પ્રમાણપત્રો મેળવી લગ્ન નોંધણી કરાવી યુવતીને એક પ્રાઈવેટ ગાડીમાં લઈ જઈ બાર દિવસ સુધી દુષ્કર્મ  કૃત્ય કરતા યુવતીએ યુવક વિરુધ્ધ પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ  મદદ કરનાર નૈલેશ વિરચંદ પ્રજાપતિ, કલ્પેશ વિરચંદ પ્રજાપતિ, વિરચંદ શંકરભાઈ પ્રજાપતિ તમામ રહે. સામઢીવાળાઓ સામે પણ મદદગારી કરવા બાબતે ફરિયાદ નોંધાવી છે.

(6:26 pm IST)