Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

પેરોલ જમ્મ પર ભાગતા ફરતા આરોપી દમણનો સોહીલ ઉર્ફે પપ્પુને ઝડપી પાડતી એલસીબી

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ એલસીબીએ જેલમાંથી પેરોલ લઇ ફરી હાજર ન થનારા આરોપીને પકડવા માટે હાથ ધરેલા પેટ્રોલિંગમાં દમણનો સોહિલ ઉર્ફે પપ્પુ નામનો આરોપીને પકડી પાડ્યો હતો.
  વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની પેરોલ જમ્પના આરોપીને પકડવાની સૂચનાના પગલે એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી. એચ. પનારા, એએસઆઇ નરેન્દ્રસિંહ સામંતસિંહ, મહેન્દ્રદાન જીલુભા નાસતા ફરતાને પકડવાના સ્કોડના હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ કિશનસિંહ, કોન્સ્ટેબલ અતુલ હસમુખભાઇએ  હાથ ધરેલા પેટ્રોલિંગમાં દારૂના ગુનામાં જેલમાં સજા ભોગવી રહેલા અને પેરોલ પર છૂટી ફરીથી હાજર નહીં થતા દમણ રીંગણવાડાના આરોપી સોહિલ ઉર્ફે પપ્પુ મહેશ કામળી ને પકડી પાડ્યો હતો. જેને વધુ તપાસ માટે પારડી પોલીસને સોંપ્યો હતો વધુ તપાસ પોલીસ કરી રહી છે

(6:33 pm IST)