Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

બોરસદના જુના સરકારી દવાખાનામાં અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

બોરસદ: શહેરના જૂના સરકારી દવાખાનાની ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલ લોબીમાંથી મંગળવારે સાંજના સુમારે દવાખાનાના ગાદલા પર એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ સીએચસી કેન્દ્રના તબીબે આ અંગે બોરસદ ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી. જો કે આધેડને થોડા સમય અગાઉ સીએચસી કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધુ લથડતા અને તેના કોઈ વારસદારો ના હોઈ બીજી કઈ હોસ્પિટલમાં લઈ જવા જેવી અસમંજસ વચ્ચે આધેડને સરકારી દવાખાનાના બંધ પડેલા વિભાગ તરફની લોબીમાં છોડી દેવાયો હતો અને જયાં તેનું મોત નીપજ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(5:38 pm IST)