Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં ભાડાના મકાનમાં દારૂની મહેફિલ માણતા શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં કર્ફ્યુના અમલ દરમ્યાન દારૂની મહેફિલ માણી રહેલા ચાર મિત્રોને પોલીસે ઝડપી પાડયા હતા.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ મંદિર સામે જલારામ ડુપ્લેક્સ માં શૈલેષભાઈ પટેલના મકાનમાં ભાડેથી રહેતો રાઘવેન્દ્ર સિંહ રઘુનાથ સિંહ રાઠોડ મૂળ રહે રતલામ મધ્ય પ્રદેશ તેના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હોવાની વિગતો મળતાં ગઈ મોડીરાત્રે કારેલીબાગ પોલીસે દરોડો પાડ્યો હતો.

દારૂ અને સોડાની બોટલ તેમજ નાસ્તા ના પેકેટ લઇ મોજ માણી રહેલા ચારે મિત્રોએ એકા એક રૂમમાં ધસી આવેલી પોલીસને જોતા જ તેમના હોશ ઉડી ગયા હતા. પોલીસે (1)રાઘવેન્દ્ર સિંહ તેમજ તેની સાથે (2)નીતિરાજસિંહ નટવર સિંહ રાજપુત (રહે.સાઇકૃપા સોસાયટી,મુક્તાનંદ સર્કલ પાસે,કારેલીબાગ મૂળ રહે. રાજસ્થાન),(3) રોહિત રાજકુમાર ડાંગર (રહે.નટરાજ એન્કલેવ,જલારામ મંદિર પાસે,કારેલીબાગ મૂળ રહે. હરિયાણા) (4) રીસભ રાજેન્દ્ર ઝા (રહે.એમ.એસ. યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ,મૂળ રહે. ન્યુ દિલ્હી) ની અટકાયત કરી દારૂ સોડા અને નાસ્તાના પેકેટો કબજે કર્યા પકડાયેલા તમામ સામે પોલીસે દારૂબંધીના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

(5:21 pm IST)