Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સુરતમાં ફરી બની શરમજનક ઘટના

આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે આચર્યુ દુષ્કર્મ

સુરત, તા.૨૫: શહેરમાં ગુનાખોરીના બનાવો અટકાવાનું નામ નથી લેતા. અહીં ફરી એક વખત માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી સાંજે ૧૯ વર્ષીય યુવાને દ્યર નજીક રહેતી આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપીને મકાનની છત ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા નરાધમે તેણીને છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. જે બાદમાં આરોપી ફરાર થઈ ગયો હતો. બાળકીએ આ અંગે પોતાની માતાને વાત કરતા મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો. પરિવારે યુવક વિરુદ્ઘ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમને ઝડપી પડયો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં ફરી એકવાર શરમજનક બનાવ સામે આવ્યો છે. મૂળ બિહારના વતની અને સુરતમાં લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન પરિવાર સાથે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના માન સરોવર સોસાયટી પાસે રહે છે. મોડી સાંજે તેની દીકરી દ્યર પાસે રમી રહી હતી ત્યારે નજીકમાં જ રહેતો અને ફેબ્રિકેશનની દુકાનમાં નોકરી કરતો રાજસ્થાની યુવાન વિક્રમ રાજપૂત બાળકીને આઇસક્રિમ ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો.

આઈસ્ક્રીમ ખરીદ્યા બાદ નરાધમ વિક્રમ બાળકીને બિલ્ડિંગની છત પર લઈ ગયો હતો. અહીં વિક્રમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા વિક્રમ તેણીનું મોઢું દબાવી દીધું હતું અને વધારે બૂમાબૂમ કરશે તો છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી.

બળાત્કારની ઘટના બાદ આઘાતમાં આવી ગયેલી બાળકી ઘરે પહોંચી હતી અને માતાને સમગ્ર બનાવ અંગે વાત કરી હતી. જે બાદમાં રાત્રે બાળકીના પિતા નોકરી પરથી પરત આવ્યા ત્યારે માતાએ આ અંગે પતિને જાણ કરી હતી. જે બાદ પરિવારે મોડી રાત્રે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે અપહરણ, બળાત્કાર અને પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે. ફરિયાદ બાદ પોલીસે મોડી રાત્રે જ યુવકની ધરપકડ કરી લીધી હતી.

(2:37 pm IST)
  • અહેમદભાઈના પાર્થિવ દેહને સાંજ સુધીમાં ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવશે : ભરૂચ નજીક તેમના વતન પીરાણા ખાતે સંભવતઃ આવતીકાલે દફનવિધિ થશે access_time 12:52 pm IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST

  • પુતિન હજુ પણ બાયડનને અભિનંદન આપતા નથી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જયારે જો બિડેનને અભિનંદન આપી રહેલા વિશ્વ નેતાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે : કહ્યું કે, "આ તેઓએ જોવાનું છે." પુટીને સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બાયડનને પ્રમુખ તરીકે અભિનંદન આપવાનો ઇન્કાર કર્યો છે. access_time 9:52 pm IST