Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અમદાવાદમાં કોરોના સામે બાઉન્સરો મેદાને : ભીડવાળા વિસ્તારમાં બોડીગાર્ડ ઉતારાશે :મનપાનો અનોખો નિર્ણંય

કાલુપુર અને જમાલપુર માર્કેટમાં ભેગી થતી ભીડને કાબુમાં લેવા માટે બાઉન્સરોની મદદ લેવાશે : મુખ્ય માર્ગો પર થર્મલ ગન લઇને ઉભા રહેશે અને લોકોના ટેમ્પરેચર માપશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં લોકોની ભીડ જોવા મળતા કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો હતો. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 7 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ આપવામાં આવ્યુ છે,જોકે, તેમ છતા લોકોની ભીડ જોવા મળી રહી છે. હવે કોરોના સંક્રમણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. AMC કોરોના સંક્રમણને રોકવા માટે ભીડભાડ વાળા વિસ્તારમાં બાઉન્સરને ઉભા રાખશે

અમદાવાદના કાલુપુર અને જમાલપુરમાં શાકભાજી લેવા માટે મોટી સંખ્યામાં લોકો એક સાથે ઉમટી પડતા હોય છે જેને કારણે કોરોના સંક્રમણ થવાનું પ્રમાણ વધી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર અને જમાલપુર માર્કેટમાં ભેગી થતી ભીડને કાબુમાં લેવા માટે બાઉન્સરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. બાઉન્સરો માર્કેટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર થર્મલ ગન લઇને ઉભા રહેશે અને લોકોના ટેમ્પરેચર માપશે. સૌથી ઓછુ ટેમ્પરેચર હશે તો જ શાક માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે.બીજી તરફ પોલીસ પણ સતત શાક માર્કેટમાં પેટ્રોલિંગ કરશે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હાલ શહેરમાં રાત્રિ કફર્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. જો કે, હજી પણ ઘણા લોકો એવા જોવા મળી રહ્યા છે જે થોડાક પૈસા બચાવવા માટે પોતાના જીવ જોખમમાં નાખી રહ્યા છે. બજારમાં 10 રુપિયાની બચત કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પણ દેખાય છે

(10:06 am IST)
  • 2020 ની સાલમાં રાજકીય પાર્ટીઓએ ગુમાવ્યા દિગ્ગજ નેતાઓ : કોંગ્રેસના અહમદ પટેલ ,તરૂણ ગોગોઈ ,તથા પ્રણવ મુખરજી ,ભાજપના જસવંતસિંહ ,તથા લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાને ચીર વિદાઈ લીધી access_time 12:44 pm IST

  • વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે ૧ ડિસેમ્બરથી શરૂ થશે : ફિકી દ્વારા નેટ ઉપર એન્યુઅલ વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે 11 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થશે. access_time 11:30 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST