Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજપીપળામાં આ વર્ષે દશેરાનો પર્વ ફિકો જોવા મળ્યો : કોરોનાના કારણે ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી

20% જેવો ભાવ વધારો હોવા છતાં વેપારીઓએ ઘરાકી ઓછી હોવાના કારણે ભાવ ન વધાર્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : દશેરા પર્વ જે દર વર્ષે ભારે હર્ષ ઉલ્લાસ સાથે માનવવામાં આવે છે.જેમાં દર વર્ષે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં લોકો લાખો રૂપિયા ના ફાફડા-જલેબી આરોગતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના કહેરના કારણે ફરસાણની દુકાનો પર પડતી લાંબી કતારોમાં 50 % જેવો કાપ જોવા મળ્યો.વહેલી સવારથી ફાફડા જલેબી ખરીદવા લાઈનો પડતી હતી પરંતુ આ વર્ષે વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ ઉભેલા જોવા મળ્યા હતા .જોકે ફાફડા જલેબીમાં ભાવ વધારો હોવા છતાં ઘરાકી ઓછી હોવાથી વેપારીઓએ ભાવ વધારો કર્યો ન હતો છતાં કોરોના,લોકડાઉનના કારણે ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
  આ બાબતે રાજપીપળાના જાણીતા પુરોહિત સ્વીટના માંલિક છગનભાઇ પુરોહિતએ જણાવ્યું કે દર વર્ષે સવારથી ફાફડા જલેબી ખરીદવા ગ્રાહકોનો મોટી લાઈનો પડતી જે આ વર્ષે નથી જોવા મળી અમે ભાવ વધારો હોવા છતાં ભાવ વધાર્યા નથી છતાં ગ્રાહકો માં 50%કાપ જોવા મળ્યો છે.

(10:19 pm IST)