Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

અમદાવાદમાં વેપારી પાસેથી હનીટ્રેપમાં 20 લાખ પડાવનાર મુખ્ય આરોપી આશિફ ગેડીયાની ધરપકડ

આગાઉ એક મહિલા સહીત 4 આરોપીની ધરપકડ કરાઈ હતી : અન્ય 3 ફરાર આરોપીની શોધખોળ

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારના વેપારી પાસેથી હનીટ્રેપના ગુનામાં 20 લાખ રૂપિયા પડાવી લેનાર મુખ્ય આરોપી આશિફ ગેડીયાની ધરપકડ કરવામા આવી છે. આ આગાઉ એક મહિલા સહીત 4 આરોપીની ધરપકડ કરવામા આવી હતી. આશિફ પોલીસને થાપ આપી ભાગી રહ્યો હતો. જોકે પોલીસને બાતમી મળતા તેના ઘરેથી આરોપીને ઝડપી લેવામા આવ્યો છે. આ ગુનાના અન્ય 3 ફરાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે

હનીટ્રેપના ગુનામાં સેટેલાઈટ પોલીસે અગાઉ શીતલ અને સમીર નામના બે પ્રેમી પંખીડા અને મુખ્ય આરોપી આશિફ સહિત કુલ 5 આરોપીને ઝડપી લીધા છે. તેમ છતા પોલીસ તપાસના ઘણા સવાલો વણ ઉકેલાયેલા છે. જેમાં તેમની પાસે પોલીસ યુનિફોર્મ ક્યાંથી આવ્યો, લૂંટ કરેલા રૂપિયા ક્યાં અને કોની પાસે છે, અન્ય 7 વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા પરંતુ તેઓ પોલીસ સામે કેમ નથી આવતા જેવાે સવાલોને લઈ પોલીસે રિઈનવેસ્ટિગેશન શરૂ કર્યુ છે.

 ઝડપાયેલા તમામ આરોપી દોષનો ટોપલો બીજા આરોપીના માથે નાખી રહ્યા છે. જેથી પોલીસ ગુનાના મૂળ સુધી પહોંચી શકી નથી. જોકે પોલીસ હજુ આ ગુનાના ફરાર અન્ય 3 આરોપીની શોધખોળ કરી રહી છે. ઉપરાંત જેલમાં રહેલા અન્ય આરોપીની પણ ફરી વખત પૂછપરછ કરી ગુનાના મૂળ સુઘી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે.

(6:57 pm IST)