Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

લોકડાઉન બાદ પહેલી વખત ગાંધીનગર સ્થિત અક્ષરધામ ફરીથી ભક્તો માટે ખોલવામાં આવ્યું

સાંજે 5થી 7:30 સુધી દર્શન કરી શકશે અને 7-15 વાગ્યાથી વોટર શો પણ નિહાળી શકાશે

ગાંધીનગરમાં પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર લોકડાઉન બાદ પ્રથમ વાર રવિવારે ફરી ખુલી ગયું છે  બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન (BAPS)એ માહિતી આપી હતી હતી કે રવિવારે સાંજે 5.00 કલાકે અક્ષરધામ ફરીથી ભક્તો માટે ખોલવામાં આવ્યું.શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ દર રોજ સાંજે 5.00થી 7ઃ30 સુધી દર્શન કરી શકશે. જ્યારે સાંજે 7.15થી વોટર શો પણ નિહાળી શકાશે.

અગાઉ BAPS તરફથી માહિતી અપાઇ હતી કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ પ્રખ્યાત અક્ષરધામ મંદિર દશેરાના દિવસે એટલે કે આજે 25 ઓક્ટોબરથી જનતા માટે ખોલી દેવામાં આવશે. સંસ્થાએ મંદિર પરિસરમાં પ્રદર્શન અને મંડપ હાલ નહી ખોલવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે સોમવારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન (BAPS)એ જાણકારી આપી હતી કે, લગભગ 7 મહિનાથી બાદ ગાંધીનગરનું અક્ષરધામ મંદિર હરિભક્તો માટે 25 ઓક્ટોબરે દશેરાના (Dussehra) દિવસથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણના સંકટને જોતા અક્ષરધામ મંદિરમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંસ્થાએ જણાવ્યું કે, દરરોજ સાંજે 5 થી 7:30 સુધી શ્રદ્ધાળુનો અક્ષરધામમાં  પ્રવેશ આપવામાં આવશે. ભક્તોનું થર્મલ સ્ક્રીનિંગથી ટેમ્પરેચર તપાસ્યા બાદ જ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

કોરોના સામેના તમામ નિયમોનું પાલન કરવું પડશે

પ્રવેશ કરનારા દરેક હરિભક્તો માટે માસ્ક ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

મંદિર સંસ્થાએ હાલ પુરતા તમામ પ્રદર્શનો અને અભિષેક મંડપને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ દરરોજ સાંજો 7:15 વાગ્યે સત્તચિત્ત આનંદ વૉટર શૉનું પણ આયોજન કરવામાં આવશે. અક્ષરધામ મંદિર દર સોમવારે બંધ રહશે.

 

જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે ગત 19 માર્ચથી અક્ષરધામ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. લગભગ સાત મહિના બાદ દશેરાના દિવસે હરિભક્તો માટે અક્ષરધામ મંદિર ખોલી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અક્ષરધામ મંદિર અનલોક-5 હેઠળ પહેલા કેન્દ્ર સરકાર અને પછી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ હેઠળ ખુલ્લી રહ્યું છે. જો મંદિરમાં ભીડ વધારે જમા થાય તો કોરોનાના ચેપના ભયને ધ્યાનમાં રાખીને મંદિરના સત્તાવાળાઓ પાસે મંદિરને બંધ કરવાનો અધિકાર રહેશે.

(6:42 pm IST)