Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

સુરતમાં હીરાના વેપારી પર બંદૂક અને ચાકુની અણીએ જીવલેણ હુમલો : ચાર અજાણ્યા શખ્શોએ લમણે રોવોલ્વર અને ગળાના ભાગે છરો મુક્યો

ભરબપોરે મહિધરપુરા હરીપુરા વિશાલ વાડી પાસે બનાવ : લૂંટનો ઈરાદો કે જૂની અદાવત ? પોલીસ તપાસનો ધમધમાટ

સુરત : મહિધરપુરા હરીપુરા વિશાલ વાડી પાસે આવેલ હીરાની ઓફિસમાં શુક્રવારે ભરબપોરે ધાતક હથિયારો સાથે ત્રાટકેલા ચાર અજાણ્યાઓએ હીરા વેપારી અને એકાઉન્ટની લમણે રિવોલ્વર અને ગળાના ભાગે રેંબો છરો મુકી બંધક બનાવી હીરા વેપારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા હીરા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હીરા વેપારી ઉપર લૂંટના ઈરાદે હુમલો કારાયો હોવાની આશંકા વચ્ચે ઓફિસમાંથી કશું લુટાયું ન હોવાને કારણે પોલીસે જુની અદાવતમાં પણ હુમલો કરાયો હોવાની શક્યતા સાથે તે દિશા પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ધોડદોડ રોડ કાકડીયા કોમ્પ્લેક્ષની પાછળ નંદીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા અક્ષય નિમિશ કુમાર શાહ છેલ્લા ૫ વર્ષથી ચાર્ટડ એકાઉટન્ટનું કામ કરે છે. અને વરાછા કે.પી સંઘવી બિલ્ડીંગમાં એક વર્ષથી એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. આ ઉપરાંત અક્ષય શાહ મહિધરપુરા હરીપુરા વિશાલા વાડી કોન્ટ્રાકટર ખાંચો ખાતે રતી ઈમેક્ષના નામે હીરાનો ધંધો કરતા તેમના સંબંધી સવાણીનું પણ એકાઉન્ટન્ટનું કામ સંભાળે છે અને અઠવાડિયામાં એકાદ વખતે તેમના હીસાબની એન્ટ્રી માટે ઓફિસ જાય છે.

અક્ષયને ગઈકાલે બપોરે આતિષે ફોન કરી તેમની ઓફિસમાં હિસાબનું કામ કરવાનું હોવાનું કહી બોલાવ્યો હતો. જેથી અક્ષય તેમની ઓફિસમાં ગયો હતો. તે વખતે આતિષભાઈ તેમની ખુરશી ઉપર બેઠા હતા અને અક્ષય સામે બેસી લેપટોપ ઉપર હીરા વેપારના ખરીદ વેચાણના બીલો આપતા બીલોના એકાઉન્ટનું કામ કરતો હોય દરમિયાન મોઢા ઉપર માસ્ક પહેરીને ત્રણેક અજાણ્યાઓ રિવોલ્વર અને છરા સાથે અંદર ઘુસ્યા હતા. આતિષભાઈ તેમને કોણ છો હોવાનું કહેતા રસીકભાઈ હોવાનું કહ્યું હતું.

જોકે આતિષભાઈ કોઈ રસીક ભાઈને ઓળખતા ન હોવાથી તેમને કોણ રસીક ભાઈ કહેતા તેમને લમણે રિવોલ્વર મૂકી હતી. બાકીના બે જણાએ અક્ષયના લમણે રિવોલ્વર અને ગળા ઉપર છરો મુક્યો હતો. લુટારુઓએ આતિષ ભાઈને માલ કહા હે તેમ પૂછતા આતિષભાઈએ જણાવેલ કે કુછ નહી હે ઉભેલા અજાણ્યાએ હાથ ઉપર કર લે હોવાનું કહી અને પછી નીચે લેટ જા,ૉ જેથી ટેબલ પાસ સુઈ ગયા હતા અને ઊંધા સુવાનું કહી હાથ પગ અને મોઢું બાંધી દીધા હતા અને ડ્રોવરની ચાવી માંગી હતી લૂંટારૂઓએ આતિષભાઈને પણ રિવોલ્વર બતાવી ખુરશી તરફ ફેંકી જઈ ઢોર મારમાર્યો બાદમાં નાસી ગયા હતા.

અક્ષયે લૂંટારૂ ગયા બાદ હાથ પગ ખોલી આતિષને જોવા જતા તેઓ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. જેથી તેમના સંબંધીઓને બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અક્ષય શાહની ફરિયાદ લઈ પોલીસ પહેરીના ત્રણેક ગુનો દાખલ કર્યો હતો. પોલીસની તપાસમાં હુમલાખોરો ઓફિસમાંથી નાં કશું લુંટી ગયા ન હતા. જેથી ક્યાં આતિષભાઈ ઉપર લૂંટના ઈરાદે કે પછી કોઈ જુની અદાવતમાં કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.

(5:23 pm IST)
  • ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST