Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

એકતા પરેડમાં આવતા પી.એમ.નરેન્દ્ર મોદી ટેન્સિટી-૧ ખાતે રાત્રી રોકાણ કરશે : ખાસ બુલેટ પ્રુફ ટેન્ટ બનાવવામાં આવ્યો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પી.એમ.નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે યોજાનાર એકતા પરેડ માં ભાગ લેવા આવનાર હોય જેઓ 30 મીએ કેવડિયા ખાતે આવી પહોંચશે ત્યારબાદ રાત્રી રોશનીનો નજારો નિહાળશે અને ટેન્સિટી 1 ખાતે રાત્રી રોકાણ કરશે તેમ જાણવા મળ્યું છે.જોકે બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ અગાઉ એકતા પરેડમાં મોદી આવ્યા હતા ત્યારે પણ આજ ટેન્ટમાં રાત્રી રોકાણ કર્યું હતું. ટેન્સિટી દ્વારા પીએમ માટે ખાસ 3 ટેન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં 2 ટેન્ટ મીની દરબારી જયારે એક ટેન્ટ દરબારી બનાવ્યો છે.

ટેન્ટની ખાસિયત છે કે ત્રણેય ટેન્ટ બુલેટપ્રુફ છે મોદી જે ટેન્ટમાં રોકાશે તે ટેન્ટમાં બે બેડરૂમ એક ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે ટેન્ટસીટી દ્વારા પ્રવાસીઓને પણ ટેન્ટ ફાળવવામાં આવે છે જેમાં હાલ ટેન્ટ એક આમદાવાદના પરિવારને આપવામાં આવ્યો છે જયારે પરિવારને ખબર પડી કે પોતે જે ટેન્ટમાં રોકાયા છે તેમાં વડાપ્રધાન પણ રોકાય હતા તો તેમને  ખુબ ખુશી વ્યક્ત કરી હતી અને પરિવાર સાથે પણ ચર્ચા કરી કે પી.એમ.મોદી ટેન્ટમાં રોકાયા હતા.આમ પ્રવાસીઓ પણ પી.એમ.ના રોકાયેલા ટેન્ટ મા રોકાવવાનો એક આગવો આનંદ માણતા હોય છે

(1:07 am IST)