Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ધોબી તળાવમાં મોટો પોલીસ કાફલો ધસી ગયો : મોડીસાંજ સુધી કોમ્બિંગ

વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ જિલ્લાની ગુનાખોરી ડામવા માટે પહેલા વાપીના ડુંગરા વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરાવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ ધોબી તળાવ વિસ્તાર આ વિસ્તારમાં શનિવારે સાંજે પોલીસે ઓચિંતા કોમ્બિંગ હાથ ધર્યું હતુ. જેના પગલે લોકોમાં ભારે કુતુહલ અને ફફડાટ ફેલાઇ ગયો હતો. ગુનાખોરી ડામવા પોલીસનું આ કોમ્બિંગ મોડી સાંજ સુધી ચાલી રહ્યું હતુ.
  વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ જિલ્લાની ગુનાખોરી ડામવા માટે પહેલા વાપીના ડુંગરા વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરાવ્યું હતુ. આ કોમ્બિંગમાં તેમને મોટી સફળતા મળી અને અનેક શંકાસ્પદ બાઇકો અને વાહનો મળી આવ્યા હતા. ત્યારબાદ તેમણે વલસાડના બદનામ અને ગુનાખોરીના હબ મનાતા ધોબીતળાવ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતુ. જેમાં વલસાડના ડીવાયએસપી એમ. એન. ચાવડા, સીટી પીઆઇ એચ. જે. ભટ્ટ, પારડીના પીએસઆઇ રાજપુત, ડુંગરી પીએસઆઇ ટી. સી. પટેલ, પોલીસ કર્મીઓ રાજકુમાર ઉપાધ્યાય, સંદિપ, વગેરેઓ જોડાયા હતા. અહીં મોટા પોલીસ કાફલાએ અનેક વાહન ચેકિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની પુછતાછ હાથ ધરી હતી. નવરાત્રીની છેલ્લી સાંજે તેમના આ ચેકિંગને લઇ આજુ બાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(7:09 pm IST)