Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજ્યમાં કોરોનાના નવા 1021 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1013 દર્દીઓ સાજા થયા : વધુ 6 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,66,254 થઇ :મૃત્યુઆંક 3682 થયો:કુલ 1,48,585 લોકોએ કોરોનાને હરાવ્યો

આજે સૌથી વધુ સુરતમાં 237 કેસ, અમદાવાદમાં 177 કેસ, વડોદરામાં 117 કેસ,રાજકોટમાં 103 કેસ, જામનગરમાં 46 કેસ,,ગાંધીનગરમાં 30 કેસ, મહેસાણામાં 29 કેસ,સાબરકાંઠામાં 26 કેસ,સુરેન્દ્રનગરમાં 22 કેસ,બનાસકાંઠામાં 20 કેસ,અમરેલીમાં 19 કેસ,ભરૂચમાં 18 કેસ,મોરબી ભાવનગરમાં 15-`15 કેસ નોંધાયા :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે આજે કોરોનાના નવા 1021 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,66,254 થઇ છે  આજે વધુ 1013 ર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,48,585 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3682 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1021 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3682 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,987 છે જેમાંથી વેન્ટીલેટર પર 71 દર્દીઓ છે જ્યારે 13916 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  89,37 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,980 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 56,91,372 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,સુરત કોર્પોરેશનમાં 2,ગાંધીનગરમાં 1, સુરતમાં 1 મળીને કુલ 6 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1013 પોઝિટિવ કેસમાં  સૌથી વધુ સુરતમાં 237 કેસ, અમદાવાદમાં 177 કેસ, વડોદરામાં 117 કેસ,રાજકોટમાં 103 કેસ, જામનગરમાં 46 કેસ,,ગાંધીનગરમાં 30 કેસ, મહેસાણામાં 29 કેસ,સાબરકાંઠામાં 26 કેસ,સુરેન્દ્રનગરમાં 22 કેસ,બનાસકાંઠામાં 20 કેસ,અમરેલીમાં 19 કેસ,ભરૂચમાં 18 કેસ,મોરબી  ભાવનગરમાં 15-`15 કેસ નોંધાયા છે

(7:37 pm IST)