Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગ્રામ વિકાસ વિભાગની મિશન મંગલમ યોજનાના કર્મચારીઓના પગાર વધારવાની માંગ સરકારે સ્વીકારી લીધી: માસ સીએલ કે પેનડાઉનના કાર્યક્રમો મોકૂફ જાહેર: સ્ટાફના અનેક પડતર પ્રશ્નોની માંગ ચાલુ રહેશે

રાજકોટ તા.૨૫ :ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત લાઇવલી પ્રમોશન કંપની હેઠળના કર્મચારીઓની ભરતી ૨૦૧૧થી કાયમી કર્મચારીની જેમ કરવામાં આવેલ. કર્મચારીઑના ૨૦૧૧થી વિવિધ પ્રશ્નો જેવા કે પીએફ, પ્રમોશન, ભરતી,પગાર વધારો, ઇન્ક્રીમેન્ટ વગેરે  માંગણીઓ વર્ષ ૨૦૧૧ થી પડતર છે તે પૈકી જીએલપીસીના કર્મચારીઓની સખત લડત અને મહેનત બાદ હાલ સરકારે છેલ્લા વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૧-૨૨ ની માગણી સ્વીકારી પગાર વધારો અને ઇંક્રીમેન્ટ આપવાનું સ્વીકાર્યું. હજુ , પરંતુ માસ સીએલ કે પેનડાઉનના કાર્યક્રમો મોકૂફ  રાખેલ હોવાની જાહેરાત થઈ છે.

 

(5:03 pm IST)