Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાજપીપળામાં વિડિઓ સ્ટેટસ મુકવા બાબતે મારા મારી કરતો વિડિઓ વાયરલ થતા 5 વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં લગ્ન પ્રસંગોમાં વાગતા ડી.જે.ના મોબાઈલ સ્ટેટસ બાબતે માથાકૂટ થતા પાંચ શખ્સોએ મારા મારી કરતો વિડિઓ વાયરલ થયા બાદ રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ દક્ષેશભાઇ નટુભાઇ વાળંદ( રહે- કાછીયાવાડ બ્રાહ્મણફળીયુ રાજપીપલા) ની ફરીયાદ અનુસાર તેમણે તથા સતીષભાઇને ડી.જેના વિડીયો સ્ટેટસમાં મુક્યા હોય એ બાબતે વિશાલભાઇ નરેશભાઇ માછી  (૨) નિરવભાઇ પરેશભાઇ માછી  (૩) હેમંતભાઇ ચીમનભાઇ માછી (૪) હરનીશભાઇ રમેશભાઇ માછી (રહે- નવાફળીયા માછીવાડ )અને  (૫) વિવેકભાઇ નવીનભાઇ માછી (રહે-નટરાજ પાનસેન્ટર, નાળાની બાજુમાં,રાજપીપલા) ઓ કહેવા લાગ્યા કે તમે સ્ટેટસમાં ડી.જે.વિડિઓ કેમ મુકો છો તેમ કહી દક્ષેશ તથા  સતીષને ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ ગયેલા અને સતીષભાઇને પ્લાસ્ટીકની પાઇપ વડે સપાટા મારી ઇજા કરી તેમજ દક્ષેશ વચ્ચે છોડાવવા પડતા તેને પકડી પ્લાસ્ટીકની પાઇપ વડે સપાટા મારી ઇજા કરી તથા લાકડાના ડંડા વડે પણ સપાટા મારી ઇજા કરેલ તે દરમ્યાન દક્ષેસના પેન્ટના ખિસ્સામાં મુકેલો મોબાઇલ તુટી ગયેલ અને ખિસ્સામાં રહેલ પાકીટમાં રૂ.૯,૩૦૦  હતા તે પાકીટ પડી ગયુ અને અંતમાં આ બંને ને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:50 pm IST)