Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સજ્જ છે- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ માં કાર્યાન્વિત કરાયેલી ઓક્સિઝન ટેન્કથી પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે ઑક્સિજન મેળવવામાં રાહત થશે:મુખ્યમંત્રી: કોરોના હજી ગયો નથી આપણે કોરોના પ્રોટોકોલ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો પાળીએ કોરોનાને હરાવીએ:સર્વ સુખી અને નિરોગી રહે: ઓક્સિજનની જરૂર ના પડે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું: કોરોના સામે સાવચેતી રાખીએ : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનુ લોકાર્પણ સંપન્ન થયું હતું
 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી કાર્યાન્વિત કરાયેલી  ૨૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓકસીજનની  ટેન્કનુ લોકાર્પણ ભાઇશ્રીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.  
 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  આ અવસરે જણાવ્યું હતુ કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનુ મહત્વ અને જરૂરીયાત સમજાવી દીધા છે.
 ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવામાં  સફળતા મેળવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને  સેવા સંસ્થાઓના સહયોગથી  આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ.
ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર ક્ષમતાની રૂપીયા ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન ટેન્કનુ નિમાર્ણ થયુ તે અંગે મુખ્યમંત્રીએ ભાઇશ્રીનો આભાર વ્યક્ત કરી આ પ્રકલ્પથી પોરબંદર જિલ્લામાં ઓકસીજન સપ્લાય મેળવવામાં રાહત થશે તેમ જણાવ્યુ હતુ.
ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેરના મુકાબલા માટે સજ્જ છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.  
 વિજય ભાઈ રૂપાણીએ કહ્યું કે કોરોના હજી ગયો નથી . આપણ સૌ એ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ,રસીકરણ વગેરે નું પાલન કરીને કોરીનાને હરાવવાનો છે.
આ પ્રસંગે પ્રસિધ્ધ કથાકાર શ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્રારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ  કરવામા આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓક્સિજનની જરૂરીયાત અનુભવાઇ. સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુશકેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ, ભાઇશ્રીએ પોરબંદર ખાતે દાતાઓના સહયોગથી ઉભી કરવામાં આવેલી ટેન્કની માહિતી આપી સાંદિપની ના સૌ સાધકો અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.      
  આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે કલેકટરએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુક તથા રામભાઇ મોકરીયા વચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, અધિક કલેકટર એમ.કે. જોશી,  નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, પુર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, સિવિલ સર્જન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અગ્રણીઓ અને તબિબો તેમજ સાંદિપની સંસ્થાના દાતાઓ તેમજ સાધકો ઉપસ્થિત રહ્યા હતા

(7:56 pm IST)