Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ભરૂચના જંબુસરમાં ભારે વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : લોકોને ભારે હાલાકી

ભરૂચ : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે જમાવટ કરી છે. જેમાં ભરૂચના જંબુસરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જંબુસરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ વરસાદી પાણી ભરાતા લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પરિવહનમાં પણ મુશ્કેલી ઉભી થઈ છે

(7:05 pm IST)