Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં 197 તાલુકાઓમા વરસાદ : છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

કપરાડામાં સાડા ત્રણ ઇંચ,વેરાવળ , સોમનાથ અને સુત્રાપાડામાં અઢી ઇંચ સુધીનો વરસાદ

અમદાવાદ :  રાજ્યમાં 10 કલાકમાં 197 તાલુકાઓમાં વરસાદ થયો છે છોટા ઉદેપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, હવામાન વિભાગ દ્વારા તા.30મી સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
 અમદાવાદ અને વડોદરા માં પણ સવારથી ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે ,ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં આજે રવિવારે અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયોછે

 સવારથી સાંજ સુધીમાં જ રાજ્યના 197 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં છોટા ઉદેપુરમાં 10 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સોમનાથ અને સુત્રાપાડામાં અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે

 . ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં આગાહી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(6:51 pm IST)