Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

આનંદ મંદિર સ્કૂલ વિરમગામ ખાતે ઔષધીય છોડના રોપાઓનું વિતરણ કરાયું

લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા વિરમગામ શહેરમાં અનેક સેવાકીય પ્રકલ્પો ચલાવવામાં આવી રહ્યા છે. લાયન્સ ક્લબ સાથે સંકળાયેલ લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા આનંદ મંદિર સ્કૂલ ખાતે રવિવારે મિન્ટ તુલસી, ફુદીનો, કુવરપાઠું, નાગરવેલ, અરડૂસી, સતાવરી, અજમો સહિતના વિવિધ ઔષધીય છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભરપૂર માત્રામાં ઓક્સિજન આપતા પીપળાના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા આયોજિત  કાર્યક્રમમાં આદિત્ય મચ્છર, ગોકુલ પટેલ, મૌલીક રાવલ, મહેશ ખમાર, જયપ્રકાશ મચ્છર, નરેન્દ્ર પ્રજાપતિ, તારકેશ પરીખ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા લિઓ ક્લબ ઓફ  વિરમગામ દ્વારા યુવાનોને સેવાકાર્યમાં જોડવામાં આવશે.

(3:48 pm IST)