Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજપીપળા ગાંધી ચોક ખાતે BJP કાર્યકરો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ગાંધી ચોક ખાતે નર્મદા જિલ્લા ભાજપનાં કાર્યકરો દ્વારા કોગ્રેસે સત્તાનો દુર ઉપયોગ કરી સંપુર્ણ ભારત દેશ મા કટોકટી લાદી હતી તે બાબતનો વિરોધ કરી ધરણાં કાર્યક્રમ રાખ્યો હતો
ગાંધી ચોક પર ધરણાં ઉપર બેઠેલા બીજેપી કાર્યકરો દ્વારા સને 1975 નાં વર્ષમાં 26 જુનના રોજ કોગ્રેસે સત્તાનો દુર ઉપયોગ કરી ઈન્દીરા ગાંધી દ્વારા સમગ્ર ભારત દેશ મા કટોકટી લગાડી દેશને  સત્તાના જોરે બાનમા લઈ જે દમન અને અત્યાચાર નિર્દોશ પ્રજા સાથે કરવામા આવ્યો હતો તેના વિરોધમા પ્રદેશની સુચનાનુસાર એક કલાક નો ધરણા નો કાર્યક્રમ કરી વિરોધ દર્શાવ્યો હતો.જેમાં બીજેપી કાર્યકરો મોટી સંખ્યમાં જોડાયા હતા.

(10:40 pm IST)