Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજપીપળા ST ડેપો પાસે નવું બનેલું મહિલા પોલીસ સ્ટેશન ઉદઘાટન વગર લાંબા સમયથી બંધ હાલતમાં

બે દિવસથી ઉદઘાટન માટે તૈયારીઓ કરાઇ પરંતુ કોઈક કારણોસર કાર્યક્રમ રદ થતા મંડપ સહિતનો ખર્ચ માથે પડ્યો :નવા પોલીસ સ્ટેશન બહાર વર્ષોથી ઉભેલી લારીઓ પણ બે દિવસ પહેલા હટાવી પરંતુ કોઈક કારણસર ઉદઘાટન બંધ રહ્યું, સ્થાનિક નેતા પાસે ઉદઘાટન કરાવી ખુલ્લું મૂકી શકાય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા એસટી ડેપોમાં ઘણા સમયથી બનેલું મહિલા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન નહિ થતાં બંધ હાલતમાં પડ્યું છે જોકે હાલમાં બે દિવસ પર આ પો.સ્ટે.નું ઉદઘાટન કરવા માટે આસપાસનાં લારી ગલ્લા હટાવવા જણાવતા તમામ લારીઓ હટાવી લેવાઈ હતી અને એક બે દિવસમાં ઉદઘાટનની વાત પણ જાણવા મળી હતી ત્યારે બે દિવસ બાદ શનિવારે અચાનક ત્યાં બાંધેલો મંડપ અને સણવાર છોડી લેવાતા લોકો આશ્ચર્ય માં મુકાયા હતા પરંતુ સૂત્રોમાથી જાણવા મળ્યા મુજબ જે મંત્રી પાસે મહિલા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરાવવા સમય માંગ્યો હતો એ મંત્રીએ સમય ન આપતા આ ઉદઘાટન હાલમાં બંધ રાખવામા આવ્યું હતું.જેમાં મંડપ અને અન્ય ખર્ચ પણ માથે પાડયો છે.
લાંબા સમયથી નવું બનેલું આ પોલીસ સ્ટેશન માત્ર ઉદઘાટન વિના બંધ હાલતમાં છે ત્યારે લાખોના ખર્ચ બાદ પણ ખુલ્લું ન મુકાતા આ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કોઈ સ્થાનિક નેતા પાસે કરાવી તેને પ્રજાનાં હિતમાં કાર્યરત કરાઇ તેવી લોક લાગણી છે.

(10:31 pm IST)