Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતી:હવે લાઇટ અને સાઉન્ડ શોનું નજરાણું ઉમેરાશે

નર્મદા મૈયાની આરતીનો લાભ લેનાર ભક્તોને આદ્યાત્મની ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થશે.

અમદાવાદ :સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ મજબૂત કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નજરાણું ઉમેરવાના પ્રયાસો સતત ચાલું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આરતીમાં લાઇટ અને સાઉન્ડ શોનું નજરાણું ઉમેરાવવા જઇ રહ્યું છે. જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનાર ભક્તોને આદ્યાત્મની ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યા છે. જો કોઇ અહિં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહિં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ગંગા મૈયાની તર્જ પર માં નર્મદાની વિશેષ આરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર પટેલના સ્ટેચ્યુની મુલાકાત લેવીની સાથે માં નર્મદાની ભવ્ય આરતીનો લાભ લે છે. હવે આરતીને વધુ વિશેષ બનાવવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. તાજેતરમાં માં નર્મદાની આરતી ટાણે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જેને કારણે આરતીની દિવ્યતા અને ભવ્યતામાં વધારો થયો હોવાનું લાભાર્થીઓએ અનુભવ વ્યક્ત કર્યો છે. જો કે, હાલ પ્રાયોગિક ધોરણે આ કામ હાથ ધરવામાં આવ્યું છે. આવનાર સમયમાં આરતીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો ઉમેરો કરવામાં આવે તો નવાઇ નહિ

(8:50 pm IST)