Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કલોલના શોભાસણ પાટિયા નજીક એક્ટિવા સ્લીપ થતા યુવકનું ગંભીર ઇજાથી મોત

કલોલ :  કલોલના શોભાસન ના પાટીયા પાસે એક યુવકનું એકટીવા સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજયું હતું બનાવ અંગે પોલીસે જરૃરી નોંધ કરી તપાસ ચલાવી છે.

કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલ સૂર્ય મંદીર સોસાયટીમાં રહેતા પંકજભાઈ દશરથભાઈ પટેલ વર્ષ ૪૧ પોતાનું એકટીવા નંબર યલ ૧૮ સીએફ ૮૭૦૦ એ કલોલ તાલુકાના શોભાસણ ના પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમનું એકટીવા સ્લીપ થઇ ગયું હતું જેથી તેમના મોબાઈલથી તેમના ભાઈ ધવલકુમાર ને એકટીવા સ્લીપ  થઈ ગયું હોવાની જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને માથામાં ગંભીર ઈજા ગ્રસ્ત પંકજભાઈ ને સારવાર માટે માણસાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મરણ ગયેલા જાહેર કર્યા હતા આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(6:01 pm IST)