Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સાચા અર્થમાં ડીજીટલ ઇન્‍ડિયા બનાવવા વડાપ્રધાન મોદીનો પ્રયાસ : કિરીટ સોલંકી

અમદાવાદના ગોમતીપુરમાં પ્રધાનમંત્રી વાઇફાઇ એકસેસ નેટવર્ક ઇન્‍ટરફેસ સેવા પ્રારંભ

રાજકોટ તા. ૨૫ : પ્રધાનમંત્રીશ્રી Wi-Fi એકસેસ નેટવર્ક ઇન્‍ટરફેસનો શુભારંભ અમદાવાદ પヘમિના સાંસદ ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ અમદાવાદ પヘમિના તેમના મત વિસ્‍તારમાં આવેલા ગોમતીપુર ખાતે શ્રી મુકેશભાઇ શ્રીમાળીના નિવાસ્‍થાન ૧૭૬૧-૨૪, જીવરામ ભટ્ટની ચાલી, પોપટીયા વાડ, ગોમતીપુર થી કરાવ્‍યો હતો.

ડો. કીરીટભાઇ સોલંકીએ ᅠજણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રીશ્રી Wi-Fi એકસેસ નેટવર્ક ઇન્‍ટરફેસ થકી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સમગ્ર ભારતવર્ષ ને સાચા અર્થમાં ડિજિટલ ઇન્‍ડિયા બનાવવા માટેનો અથાગ પ્રયાસ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રી Wi-Fi એકસેસ નેટવર્ક ઇન્‍ટરફેસની નિઃશુલ્‍ક સુવિધાઓ થકી ખાસ કરીને વિધાર્થીઓને વિશેષ લાભ મળનાર છે ત્‍યારે આવનારા દિવસોમાં ભારતના યુવાનો દેશના વિકાસ મા ડીજીટલ કુશળતા થકી ભારતની આગવી ઓળખ વિશ્વ સમક્ષ ઉભી કરશે. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગીરીશભાઈ પરમાર, દાણીલીમડા વિધાનસભાના સંગઠન પ્રભારી, પૂર્વ સ્‍ટેન્‍ડિંગ ચેરમેન પ્રવિણભાઈ પટેલ, અનુ.જાતિ મોરચા ભાજપ શહેરપ્રમુખ ભદ્રેશભાઈ મકવાણા, દાણીલીમડા મહિલા અગ્રણી શ્રીમતિ ડીમ્‍પલબેન પ્રિયદર્શી, પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ વ્‍યાસ, ડોક્‍ટર આંબેડકર અંત્‍યોદય વિકાસ નિગમના પૂર્વ ડીરેકટર અરૂણકુમાર સાધુ વગેરેᅠઉપસ્‍થિત રહ્યા હતા.

(3:36 pm IST)