Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

અમદાવાદમાં એસટી ના ડ્રાઇવરે સ્પીડમાં બમ્પ કુદાવ્યો : મહિલા પટકાઈને બેભાન

સમાન મૂકવાની. જાળી સાથે જોરથી અથડાઈ નીચે પટકાતા વિખ્યાત કલાકાર પિરાજી સાગરાની પૌત્રીને ગભિર ઇજા : મણકામાં ફ્રેકચર

અમદાવાદમાં બેફામ ડ્રાઇવરે બમ્પ કૂદાવતાં મહિલા બસની અંદર ઊછળીને નીચે પટકાઈ હતી, જેમાં કમરના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેના શરીરના નીચેના ભાગનું હલચચલન બંધ થઈ ગયું હતું. મહિલાને મણકામાં ફ્રેકચર થયું છે અને ત્રણ સ્ક્રૂ ફિટ કરવા પડ્યા છે. ઘટનાથી મહિલાનો પરિવાર હજી શોકમાં છે. અકસ્માત પામનારી મહિલાનું નામ શીતલબેન સાગરા છે, જે વિખ્યાત કલાકાર પીરાજી સાગરાનાં પૌત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ઈજા પામનારી મહિલા શીતલબેન તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જે બમ્પ પર ઘટના બની એ રાતોરાત બનાવવામાં આવ્યો હતો તેમ જ તેના પર રંગના પટ્ટા પણ નહોતા

અમદાવાદની HCG હોસ્પિટલમાં દાખલ શીતલબેને જણાવ્યું હતું, ‘હું અને મારો ભાઈ ગાંધીનગર સચિવાલયમાં છેલ્લાં 10 વર્ષથી અકાઉન્ટન્ટની નોકરી કરીએ છીએ. ગઈ 19મી મેના રોજ હું અને મારો ભાઈ ગાંધીનગરથી અમદાવાદ એસટી બસમાં આવતાં હતાં. આ દરમિયાન પાલડી NID ત્રણ રસ્તા પાસે બસ પહોંચી, એ જગ્યાએ બહુ જ ઊંચો બમ્પ હતો. આમ છતાં ડ્રાઇવરે સ્પીડમાં બસ હંકારી અને આ સાથે જ હું સામાન મૂકવાની જાળી સાથે જોરથી અથડાઈ હતી. દસ સેકન્ડ માટે હું બેભાન જ થઈ ગઈ હતી અને એ જ અવસ્થામાં નીચે સીટ ઉપર પટકાઈ હતી. નીચે પગના તળિયા જોરદારા અથડાયા હતા. આ જ કારણે શરીરનો નીચેનો ભાગ સુન્ન થઈ ગયો અને હલનચલન બંધ થઇ ગયું. એ વખતે મારો ભાઈ મારી સાથે જ હતો, તેણે મને હેલ્પ કરી. લોકોએ મારા મોં પર પાણી છાંટ્યું. બાદમાં બસ સાઇડમાં કરાવી હતી. પછી ભાઈએ પપ્પાને ફોન કર્યો. પછી પપ્પા લેવા આવ્યા. બસમાંથી મને નીચે ઉતારી એ વખતે મારો નીચેનો ભાગ સુન્ન જ હતો. મને મારો ભાઈ તથા પપ્પા ઊંચકીને બસમાંથી નીચે ઉતારીને રિક્ષામાં બેસાડી હતી. ત્યાંથી ઘરે ગઈ અને ઘરેથી 108 દ્વારા SVP હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પછી HCG હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. હવે જાતે બેસાતું કે ઊભું પણ રહેવાતું નથી.’

(7:39 pm IST)