Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વડોદરાના કલાલી ગામે ઘર નજીક મોપેડ પાર્ક કરવા બાબતે મહિલા ડોક્ટર પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 વડોદરા:કલાલી ગામ નાની ખડકીમાં રહેતી મહિલા ડોક્ટર સાથે મોપેડ પાર્ક કરવાના મુદ્દે પાડોશીએ તકરાર કરી હુમલો કર્યો  હતો.જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મૂળ જૂનાગઢના મહિલા ડોક્ટર જેસલબેન સોનુભાઇ  રાઠોડ હાલમાં કલાલી ગામ નાની ખડકીમાં ભાડાના મકાનમાં રહે છે.અને કલાલી વિસ્તારની હોસ્પિટલમાં નોકરી કરે છે.તેમના પતિ હોટલમાં મેનેજર છે.ગત તા.૨૨ મી એ તેમણે ઘરની પાસે મોપેડે પાર્ક કર્યુ હતું.તેમના મકાનની બાજુમાં રહેતા સંજય ચંદુભાઇ  પટેલના મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે.જેથી,મોપેડ પાર્ક કરવાના મુદ્દે  તેઓ વચ્ચે  તકરાર થઇ હતી.ઉશ્કેરાયેલા સંજય પટેલે મહિલા ડોક્ટરને અપશબ્દો બોલી હુમલો કર્યો હતો.જે અંગે મહિલા ડોક્ટરની  ફરિયાદના આધારે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:31 pm IST)