Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાજપીપળા સબજેલ પાસે બસમાંથી ઉતરતી મહિલાના પર્સમાથી 1,26,500 રૂપિયાના સામાનની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જૂની સબજેલ પાસે બસ માથી ઉતરતી મહિલાના પર્સ માથી કોઈ અજાણ્યા ચોર દાગીના રોકડ સહિતનાં સામાનની ચોરી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે
મળતી માહિતી મુજબ અમિષાબેન વિષ્ણુસિંહ અમરસિંહ ડાભી( ઉ.વ.૩૪)( રહે. ડેરોલ ગામ તા.વાગરા જી.ભરૂચ )નાઓ તેમના બાળકો તથા તેમના ભાભી અને બહેન સાથે જાડેશ્વર ચોકડી, ઝઘડિયાથી રાજપીપલા ખાતે બસમાં આવતા હતા ત્યારે રાજપીપલા જુની સબ જેલ પાસે બસમાંથી નીચે ઉતરેલ તે સમયે કોઈ અજાણ્યા ચોરએ તેમની પાસેના પર્સમાં મુકેલ અઢી તોલાનું મંગલસુત્ર જેની હાલના બજારભાવ પ્રમાણે કિ.રૂ. ૧,૨૫,૦૦૦ તથા રોકડ રકમ રૂ.૧૫૦૦ તથા એ.ટી. એમ મળી કુલ આશરે કિ.રૂ. ૧,૨૬,૫૦૦ની ચોરી કરી લઈ જઈ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(11:15 pm IST)