Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

IPL ની ફાઈનલ મેચ નિહાળવા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે ગૃહમંત્રી અમિતભાઈ શાહ : સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે

પોલીસ વડા આશિષ ભાટિયા અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મોડી સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા

Alternative text - include a link to the PDF!

અમદાવાદ :આઇપીએલ પ્લે-ઓફ મેચો અને ફાઇનલ મેચો મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મોડી સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા હતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ ફાઈનલ મેચ જોવા આવવાના છે. પોલીસ વડાએ સ્ટેડિયમની બંદોબસ્ત અને તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

અગાઉ, રાજ્યના પોલીસ વડા અને પોલીસ કમિશનરે તમામ વરિષ્ઠ IPS અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વિગતવાર ચર્ચા કરી હતી.

શહેરના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આઈપીએલ ક્રિકેટ મેચ માટે છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, આઈપીએલ પ્લેઓફ અને ફાઈનલ ક્રિકેટ મેચો યોજાવાની છે. પોલીસ પહેલેથી જ હાઈ એલર્ટ પર હતી પરંતુ સ્ટેડિયમમાં ફાઈનલ મેચ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે.

અનેક કેન્દ્રીય એજન્સીઓએ પણ સ્ટેડિયમની મુલાકાત લીધી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચ માટે મેદાનમાં 9 ડીસીપી, 13 એસીપી, 48 પીઆઈ, 127 પીએસઆઈ, 2830 કોન્સ્ટેબલ અને 1 હજાર હોમગાર્ડ્સ તૈનાત રહેશે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગમનને લઈને પોલીસ તૈયારીઓ કરી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા મંગળવારે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ સાથે જ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત શહેરના IPS અધિકારીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા અને સુરક્ષાની બાબતોની સમીક્ષા કરવા લાંબી બેઠક યોજી હતી. ફાઇનલ ક્રિકેટ મેચમાં અનેક હસ્તીઓની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સામેલ થશે.

(10:04 pm IST)