Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ગાંધીનગર જિલ્લાના વાંસજડાની વસાહતમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લા પંચાયત સહિત કલોલ, માણસા દહેગામ તાલુકા પંચાયત અને દહેગામ, કલોલ નગરપાલિકાની આગામી રવિવારે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી દરમ્યાન મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા રૃપિયાની પોટલી ખુલ્લી મુકી દેવાતી હોય છે ત્યારે અમુક વિસ્તારોમાં દારૃનું પણ વેચાણ કરવામાં આવતું હોય છે. જે માટે ઉમેદવારો પરપ્રાંતમાંથી દારૃનો જથ્થો મંગાવીને રાખતાં હોય છે. જિલ્લામાં આ ચૂંટણી દરમ્યાન વિદેશી દારૃનું વેચાણ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવી છે અને આ માટે ખાસ પ્રોહીબીશન ડ્રાઈવ પણ શરૃ કરવા તાકીદ કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લામાં ઠેકઠેકાણે દારૃલક્ષી દરોડા પાડવામાં આવી રહયા છે. એલસીબી-ર પીઆઈ એચ.પી.ઝાલાએ પણ સ્ટાફના માણસર્ને એલર્ટ રહી આ દિશામાં કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો. જોગીન્દરસિંહ અને કો.સુરેશજીને બાતમી મળી હતી કે વાંસજડા ગામમાં આવેલી હુડકો વસાહતમાં બાબુજી લક્ષ્મણજી ઠાકોર દ્વારા તેના મકાનમાં અન્ય માણસો મારફતે વિદેશી દારૃનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે અને તેનું વેચાણ કરવામાં આવી રહયું છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ મકાનમાંથી વિદેશી દારૃ અને બિયરની પપ૯૬ બોટલ અને ટીન મળી આવ્ય હતા. જેની બજાર કિંમત ૪૩.૪૬ લાખ જેટલી થાય છે તો બાબુજી લક્ષ્મણજી ઠાકોરની પોલીસ દ્વારા શોધખોળ પણ કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને આ વિદેશી દારૃનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. કયા પક્ષ માટે આ દારૃ લવાયો હતો તેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

(5:38 pm IST)