Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

છોટા ઉદેપુરમાં ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીને આવાસ વિશે પ્રશ્ન પુછતા ગુસ્સે થઇને તગેડી મુક્યો

છોટાઉદેપુર: છોટાઉદેપુરના ભાજપ ધારાસભ્ય અભેસિંહગ તડવી ચૂંટણી પ્રચાર દરમિયાન ભાન ભૂલ્યા હતા. સભામાં હાજર લોકોએ સવાલ પૂછતા ધારાસભ્ય રોષે ભરાયા હતા. આવાસ વિશે સવાલ પૂછ્યો તો સવાલ પૂછનારને તગડી મૂક્યો હતો. ત્યારે મતદારોને ખખડાવતા ભાજપના ધારાસભ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા વીડિયો વાયરલ થયો છે.

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ત્યારે 28 ફેબ્રુઆરીના યોજનાર જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓને લઇને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એવામાં છોટાઉદેપુરના હરિપુરા ગામમાં પ્રચાર દરમિયાન સંખેડાના ભાજપ ધારાસભ્ય અભેસિંહ તડવી ભાન ભૂલ્યા હતા અને મતદારોને ખકડાવતા ભાજપના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અભેસિંહ તડવીના પ્રચાર દરમિયાન સભામાં હાજર લોકોમાંથી એક વ્યક્તિએ જ્યારે આવાસ વિશે સવાલ પૂછ્યો ત્યારે ધારાસભ્યએ રોષે ભારાઈ સવાલ પૂછનારને તગેડી મુક્યો હતો. વાયરલ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી મતદારને ખખડાવતા કહ્યું કે, બંધ, શાંતિ રાખ, કોઈના કહ્યા પર ચડી નહીં જવાનું. સમજ પડે છે ને જે બોલું છે એ, તો પછી. બધું કામ થશે ભાઈ. બંધ થા, તું જા અહીંથી, ખોટી વાત શું કરે છે ભાઈ, તમારા આવાસો માટે બધું કહ્યું છે. જો જો, હું આવીશ, આ ગામમાં આવીશ, મત મળશે, અનાજ મળ્યું છે, તમે ખાધું છે, એટલે ઋણ ચૂકવવું પડશે, તમને જે યોગ્ય લાગે એ કરજો, મત નહીં મળે તો મને ફેર પડવાનો નથી. સમજો.. હું સાચી વાત કરું છું. અમે કામ કરીને બેઠા છીએ. સરકાર રૂપિયા અને લોન આપે છે. ધારાસભ્ય પણ રૂપિયા આપે છે.

(5:03 pm IST)