Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સોમવારથી સામાન્ય લોકોને રસીકરણ : ખાનગી હોસ્પિટલોને પણ માન્યતા

ગુજરાતમાં કોરોના સામે વ્યાપક રસીકરણની તૈયારીઃ ૬૦ વર્ષથી ઉપરના તેમજ ૪પ થી ૬૦ વર્ષની વચ્ચેના ગંભીર બિમારીવાળા લોકોને આવરી લેવાશે : સરકારી કેન્દ્રોમાં વિનામુલ્યે અને ખાનગી કેન્દ્રોમાં રૂ.૩૦૦ આસપાસ ભાવ રહેવાની શકયતાઃ સરકાર ટુંક સમયમાં ધારા ધોરણો જાહેર કરશે

રાજકોટ તા.રપ : ગુજરાતમાંં અગાઉ કોરોના વોરીયર્સ અને સરકારી કર્મચારીઓને કોરોના પ્રતિરોધક રસી અપાયા બાદ હવે રસીકરણનો નવો તબકકો સંભાળી ૧ માર્ચથી આવી રહયો છે. જેમાં સામાન્ય વર્ગને આવરી લેવામાં આવશે સરકારી હોસ્પીટલો, આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ધારા ધોરણો અનુસાર ખાનગી હોસ્પિટલો, દવાખાનાઓને પણ કોરોનાની રસી આપવાની માન્યતા અપાનાર હોવાનું જાણવા મળે છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ તા.૧ માર્ચથી શરૂ થનારા રસીકરણના નવા તબકકે ૬૦ વર્ષથી ઉપરના નાગરીકો તેમજ ૪પ થી ૬૦ આવરી લેવામાં આવશે જેતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવાઇ રહી છે કેન્દ્રની ગાઇડ લાઇન મુજબ ગુજરાતમાંં કોરોના રસીકરણની કામગીરી આગળ વધારાશે એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે બીજી તરફ સરકાર કોરોના સામે રસીકરણનું પ્રમાણ વધારવા માંગે છે.

સરકારી કેન્દ્રો પર લોકોને રસી વિનામુલ્યે આપવામાં આવે અને ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં રૂ.૩૦૦ આસપાસ ચાર્જ વસુલવાની છુટ આપવામાં આવે તેવા વાવડ મળે છેરસીકરણ માટે કિંમત પાત્રતા અને કાર્યક્રમ સરકાર દ્વારા એકદમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે.

(3:09 pm IST)