Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સોલા સિવિલ હોસ્પિટલમાં હડતાળ : ચોરીના આક્ષેપ લગાવતા વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

ચોરીના ખોટા આક્ષેપ અને પોલીસ દ્વારા માર મારવાનો આરોપ સાથે વિરોધ

અમદાવાદની સોલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ વધુએકવાર વિવાદમાં આવીછે. સોલા સિવિલ હોસ્પીટલના વર્ગ 4 ના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓ પર ચોરીના ખોટા આક્ષેપ અને પોલીસ દ્વારા માર મારવાના આક્ષેપ સાથે વર્ગ 4ના કર્મચારીઓ વિરોધ પર ઉતર્યા છે

   પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સોલા સિવિલ હોસ્પીટલમાં ઓકસિજનની પાઇપોની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જેણે લઈને વિવાદ વકર્યો છે. સફાઈકર્મીઓ પર ચોરીનો આક્ષેપ લાગવવામાં આવ્યો છે. ખોટા આક્ષેપ લગાવતા વર્ગ 4ના કર્મચારીઓનો વિરોધ નોધાવ્યો છે. અને ન્યાય નહિ મળે ત્યાં સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. વધુમાં કર્મચારીઓ દ્વારા પોલીસએ માર પણ માર્યાના હોવાનો આક્ષેપ લગાવ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન પાઈપલાઈનની ચોરી થઈ છે. કોરોનાના કેસોમાં વધારો થતાં સોલા સિવિલના 9માં માળે કોરોના માટેનો ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો, જેને કેસમાં ઘટાડો થતા ફરી બંધ કરી દેવામાં આવ્યો હતો. વોર્ડ બંધ હાલતમાં હોવાથી ચોરોએ ઓક્સિજન પાઈપ તેમજ એસીની કોપર પાઈપની ચોરી કરી હતી.

(10:49 am IST)