Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મશહુર ફિલ્‍મ અભિનેત્રી પદ્મશ્રી આશા પારેખ બાયોગ્રાફી ધી હિટ ગર્લનું વડોદરામાં લોન્‍ચીંગ નવી પેઢી માટે બની રહેલી ગુજરાતી ફિલ્‍મોને લોકો હવે પસંદ કરી રહ્યા છે : આશા પારેખ

મુંબઇ:  નવી પેઢી માટે બનતી ગુજરાતી ફિલ્‍મનોને પણ લોકો હવે પસંદ કરી રહ્યા છે તેમ વડોદરા ખાતે ફિલ્‍મ અભિનેત્રી આશા પારેખે જણાવ્‍યું હતું.

મશહુર ફિલ્મ અભિનેત્રી પદ્મશ્રી આશા પારેખની બાયોગ્રાફી ધી હિટ ગર્લ ગઇકાલે વડોદરાના લક્ષ્‍મી વિલાસ પેલેસ ખાતે લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે આજે આશા પારેખે પદ્માવતને લઇ થયેલા વિવાદ બાબતે જણાવ્યું હતું કે, ફિલ્મ બનાવનારને ફ્રિડમ ઓફ સ્પીચ હોવી જોઇએ, પરંતુ તેની મર્યાદા નક્કી કરવાની જવાબદારી પણ તે વ્યક્તિની જ છે. ગુજરાતી ફિલ્મો બાબતે તેમણે જણાવ્યું હતું કે, નવી પેઢી માટે બની રહેલી ગુજરાતી ફિલ્મોને પણ લોકો હવે પસંદ કરી રહ્યા છે.

પદ્મશ્રી આશા પારેખની બાયોગ્રાફી ધી હિટ ગર્લ હર ઓટોબાયોગ્રાફી ગઇકાલે વડોદરાના લક્ષ્‍મી વિલાસ પેલેસ ખાતે લોન્ચ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ હાજર રહ્યા હતા. ત્યારે તેના બીજા દિવસે એક પત્રકાર પરિષદ પણ પદ્મશ્રી આશા પારેખે સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું ફિલ્મના શુંુટિગને લઇ ઘણી વખત વડોદરા આવી છું. લક્ષ્‍મી સ્ટુડીયોમાં શુટ પણ કર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલની નવી પેઢીની ફિલ્મોની સરખામણી અમારા સમયની ફિલ્મો સાથે કરી શકાય નહીં. અમારા પછી એક પેઢી આવી અને આ બીજી પેઢી છે. ત્યારે સરખામણી કરવી અશક્ય છે. પદ્માવતને લઇને થયેલા વિવાદ બાબતે તેમને જણાવ્યું હતું કે, ફિલ્મ બનાવનારને ફ્રિડમ ઓફ સ્પીચ હોવી જ જોઇએ પણ તેની મર્યાદા શું હશે તે નક્કી પણ તેમણે જ કરવાની હોય છે. ફિલ્મમાં ડ્રીમ સિકવન્સને લઇને વિવાદ થયો હતો. પરંતુ તે ફિલ્મમાં એક પણ ડ્રીમ સિકવન્સ હતી જ નહીં. ફિલ્મમાં રાજપૂતોને ટ્રીબ્યુટ આપવામાં આવ્યું છે. છતાં વિવાદ થયો છે જે ખોટી વાત છે.

ગુજરાતી ફિલ્મો બાબતે તેમણે જણાવ્યું હતું કે, હવેની ગુજરાતી ફિલ્મો નવી પેઢીને ધ્યાને રાખીને બની રહી છે. જે ઘણી જ ચાલી રહી છે. ગુજરાતમાં ઘણું ટેલેન્ટ છે. પણ માત્ર તેને પ્રોત્સાહન આપવાની જરૃરીયાત છે.

આશા પારેખ જણાવ્યું હતું કે, ટીવીમા વિવિધ ચેનલ્સ દ્વારા યોજાતા રીયાલ્ટી શોના કારણે ઇન્ડસ્ટ્રીને સારા કલાકારો મળી રહ્યા છે. જે પૈકી અનેક કલાકારોએ સારા કામો પણ કર્યા છે. રીયાલ્ટી શોના કારણે જ નવા કલાકારોને બ્રેક મળી રહ્યો છે. જે ઘણી સારી વાત છે.

(3:23 pm IST)