News of Sunday, 25th February 2018

દાહોદ જિલ્‍લાની સરકારી હોસ્‍પિટલને ખાનગી કંપનીને સોપવાની સરકારની હિલચાલનો વિરોધ

અમદાવાદ : રાજય સરકારે પાલનપુરની સિવિલ હોસિપટલ ખાનગી સંસ્‍થાને સોપ્‍યા બાદ દાહોદ જિલ્‍લાની સરકારે હોસ્‍પિટલને ખાનગી કંપનીને સોપવાના સરકારના નિર્ણયનો વિરોધ ઉઠવા પામ્‍યો છે.

મળતી માહિતી મુજબ એક તરફ,ભાજપ સરકાર ગરીબ દર્દીઓને છેવાડાના ગામડાં સુધી તબીબી સારવાર આપવાના વચનો આપી રહી છેતો,બીજી તરફ,સરકાર ખુદ જાણે સરકારી હોસ્પિટલો ચલાવવા અસક્ષમ હોય તેમ જણાઇ રહ્યુ છે. ભાજપ સરકારે હવે સરકારી હોસ્પિટલોનું ય ખાનગીકરણ કરવા માંડયુ છે જેના ભાગરૃપે દાહોદ જીલ્લાની સરકારી હોસ્પિટલ એક પબ્લિક લિમિટેડ કંપનીને સોંપી દેવામાં આવી છે. 

ગુજરાતમાં ગ્રામિણ વિસ્તારમાં આજેય સરકારી હોસ્પિટલોની હાલત દયનીય છે.ડૉક્ટરો જ નહીં,તબીબી સાધનોના અભાવે દર્દીઓને સારવાર મળી શકતી નથી.નાછૂટકે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થવુ પડે છે. આ સ્થિતીમાં હવે સરકારે હોસ્પિટલોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવા માંડયુ છે. 

ખુદ સરકારે વિધાનસભામાં કબૂલ્યું છેકે,દાહોદ જીલ્લાની સરકારી હોસ્પિટલ પબ્લિક લિમિટેડ કંપનીને સોંપવામાં આવી છે. જોકે, સરકારે આ કંપનીનું નામ આપવાનુ ટાળ્યુ છે. સરકારે આ મામલે એવી દલીલ કરી છેકે,રાજ્યમાં મેડિકલ કોલેજની સ્થાપ્ના કરવા પ્રોત્સાહક યોજના અન્વયે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છેકે,પાલનપુરમાં સિવિલ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાના મુદ્દે વિરોધવંટોળ જામ્યો છે.

(2:41 pm IST)
  • સાઉથ આફ્રિકા સાથેની ત્રીજી ટી 20 મેચ પછી આઈસીસી ભારતીય ક્રિકેટ ટીમનું સન્માન કરશે. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગાદા સોંપશે. આઈસીસીની કટ ઑફ ડેટ 3 એપ્રિલ 2018 સુધી ભારતની ટેસ્ટ રેંકિંગને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. access_time 2:02 pm IST

  • છોટાઉદેપુરના નસવાડી ખાતે બે ગામની મહિલાઓએ દારૂના ભઠ્ઠા પર રેડ પાડી છે. નસવાડીના વડીયા અને જેમલગઢ ગામની મહિલાઓ અને સ્થાનિકોએ પોલીસને સાથે રાખી રેડ પાડી હતી. અને દેશી દારૂ બનાવનારાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. access_time 4:13 pm IST

  • દુબઈમાં અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવદેહનું પોસ્ટમોર્ટમ પૂરું :પોલીસનો અંતિમ રિપોર્ટ તૈયાર કરી શકી નથી :પરિવારજનોને ફોરેન્સિક તપાસ રિપોર્ટની રાહ :સામાન્ય પ્રોટોકોલ મુજબ દુબઈમાં હોસ્પિટલ બહાર મૃત્યુ મામલે આ તપાસ 24 કલાકથી વધુ સમય લાગે છે :દુબઇ પોલીસ દ્વારા તપાસ ચાલુ : હવે શ્રીદેવીનો પાર્થિવ દેહ સંભવત મોડી રાત્રે નહિ પરંતુ કાલે, સોમવારે જ મુંબઈ આવશે access_time 1:24 am IST