Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

દાહોદમાં ર૦ સંસ્‍થા મંડળો દ્વારા ફાગ મહોત્‍સવની રંગેચંગે ઉજવણી

દાહોદ : અહ઼ીના આદિવાસી વિસ્‍તારમાં રળિયાતી રોડ પર ફાગ મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ દાહોદ સહિતના આસપાસના આદિવાસી વિસ્તારમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દાહોદના રળિયાતી રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલા ફાગ મહોત્સવમાં દાહોદ શહેર તેમજ જિલ્લાના અલગ-અલગ સમાજના 20 જેટલા મંડળોએ ભાગ લીધો હતો. જેમાં રાધાકૃષ્ણ સહિત વિવિધ વેશભૂષામાં આવેલી મહિલાઓએ મન મુકીને નૃત્યોત્સવ યોજી ફાગોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.

(2:56 pm IST)