Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

કડી પાસે રાજપૂર રોડ પર ટ્રકે બાઇકને ઠોકરે લેતા બાઇક સવારે ત્રણ યુવાનોના ઘટના સ્‍થળે જ મોત : ટ્રક નીચે ફસાયેલ બાઇક ૩ ‌કિ.મી. સુધી ઢસડાયું

કડી : ગુજરાતના કડી ગામ પાસે હાઇવે પર પુરપાટ ઝડપે જઇ રહેલા અેક ટ્રકે બાઇકને હડફેટે લેતા ૩ બાકઇ સવારોના ઘટના સ્‍થળે મોત નિપજયા હતા.

કડીના ઉંટવાથી રાજપુર જવાના રોડ પર ચોકલેટની ફેકટરી પાસે ટેન્કર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે કમકામટીભર્યા મોય નિપજ્યાં હતા.બાઇક ચાલકને ટક્કર માર્યા પછી પણ ટેન્કર ચાલક ટેન્કર નીચે ફસાયેલું બાઇક ત્રણ કિલોમીટર સુધી ઢસડી ગયો ત્યાર બાદ અકસ્માત થયો હોવાનું ધ્યાને આવતા ટેન્કર મુકી ચાલક ભાગી છુટયો.

કડીના અલદેસણ ગામના રાવળ મંગળભાઇના બે પુત્રો સંજય અને સુરેશ તેમની સાથે ઠાકોર સંજયજી રઘાજી રાજપુર પાસે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હોઇ શુક્રવારે રાત્રે નવ કલાકે નોકરી ઉપર છુટી ઘર તરફ પોતાના જીજે-૦૨-સીએફ-૯૧૭૬ જઇ રહયા હતા તે સમયે રાજપુર નજીક આવેલ ચોકલેટની ફેકટરી નજીક સામેથી આવતા જીજે-૧૬-એકસ-૮૩૨૪ નંબરના ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણેય યુવાનો બાઇકના ટાયર નીચે આવતી જતા ત્રણેય યુવાનોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.જોકે ટેન્કર ચાલક અકસ્માત કર્યા બાદ પણ ત્રણ કિલોમીટર સુધી ટેન્કર નીચે ફસાઇ ગયેલ બાઇક ઢસડયું હતુ અને ત્રણ કિલોમીટર ટેન્કર ગયા બાદ અકસ્માત થયો હોવાનું ધ્યાને આવતા ટેન્કર મુકી ચાલક ભાગી છુટયો હતો.

અકસ્માતના બનાવના પગલે રાજપુર સહિત અલદેસણ ગામના આગેવાનો ઘટના સ્થળે ઉમટી પડી કડી પોલીસ મથકે જણ કરતા કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્રણેય યુવકોની લાશોને કડી સરકારી દવાખાને પોસ્ટમોટમ અર્થે મોકલવામાં આવતા કડી સરકારી દવાખાને લોકોના ટોળેટોળા ઉમટયા હતા.અકસ્માતના બનાવના પગલે કડી પોલીસે ટેન્કર કબ્જે લઇ ટેન્કર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:58 pm IST)